આ વીડિયો પાંચ દિવસ પહેલાનો છે, 8 જૂનના રોજ વાવાઝોડાની સ્થિતી પ્રમાણે તે પાકિસ્તાનના કરાચી થઈ ઓમાન તરફ જઈ રહ્યુ હતુ, પરંતુ બાદમાં તેણે દિશા બદલતા ગુજરાતની દરિયાઈ પટ્ટી સાથે ટકરાવાની શક્યતા છે.

સંદેશ ન્યુઝ ચેનલની એક ન્યુઝ ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જે વીડિયો ક્લિપમાં એન્કર બિપોરજોય વાવાઝોડા વિશે માહિતી આપી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે, આ વાવઝોડુ ગુજરાતમાં નહિં આવે અને ઓમાન તરફ આગળ વધી રહ્યુ છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “13 જૂનના સંદેશ ન્યુઝ ચેનલ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે બિપોરજોય વાવાઝોડું ગુજરાત સાથે નહીં ટકરાય.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Kamlesh Kothari નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 13 જૂન 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “13 જૂનના સંદેશ ન્યુઝ ચેનલ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે બિપોરજોય વાવાઝોડું ગુજરાત સાથે નહીં ટકરાય.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે સંદેશ ન્યુઝ ચેનલના આ વીડિયો અંગે સર્ચ કરતા અમને સંદેશના ઓફિશિયલ ફેસબુક પેજ પર સર્ચ કરતા અમને સંદેશના ઓફિશિયલ ફેસબુક પેજ પર આ બુલેટિયન પ્રાપ્ત થયુ હતુ. જેમાં 8 જૂન 2023ની પરિસ્થિતી પ્રમાણે તે ઓમાન તરફ જઈ રહ્યુ હતુ.

Archive

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે સંદેશ ન્યુઝ ચેનલનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, આ ન્યુઝ બુલેટિયન 8 જૂનનું છે. હાલનું નથી, હાલની પરિસ્થિતિ સાથે તેને કોઈ લેવા-દેવા નથી. આ ન્યુઝ બુલેટિયન જૂનુ છે. હાલની બિપોરજોય વાવાઝોડાની સ્થિતી અલગ છે. 15 જૂનના ગુજરાતના કચ્છના દરિયે ટકરવવાની સંભાવના છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલુ સંદેશ ન્યુઝ બુલેટિયન જૂનુ છે. તે 8 જૂન 2023ની પરિસ્થિતિ વર્ણવી રહ્યુ છે. જ્યારે હાલની સ્થિતિ અલગ છે. હાલ 15 જૂનના સાંજે આ વાવાઝોડું કચ્છના દરિયા કિનારે ટકરવાની સંભાવવાના છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર બિપોરજોય વાવાઝોડું ઓમાન તરફ વળી ગયુ..? ગુજરાત સાથે નહીં ટકરાય...? જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False