
Shailesh Dhameliya નામના ફેસબુક યુઝર દ્વારા 3 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, હે ભૂંડભક્તો આ હીરાલાલ એંડ કું.. નું કનેક્શન તો પાકિસ્તાન માં પણ નીકળ્યું.. બજાવ… ભૂંડભક્તો.. તાલી… આજ ઓલો હલ્કટ ગિરિરાજ સિંહ એક ટાંગ પે નાચેગા..????? . જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં એવું લખેલું છે કે, પ્રધાનમંત્રી મોદીની બહેને પાકિસ્તાનથી મેકલી રાખડી. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પ્રધાનમંત્રી મોદીની માનેલી બહેન દ્વારા પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી. આ પોસ્ટને 27 લોકોએ લાઈક કરી હતી. તેમજ 13 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પ્રધાનમંત્રી મોદીની માનેલી બહેન દ્વારા પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને BBC News Hindi દ્વારા 27 ઓગષ્ટ, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં બીબીસી ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂમાં કમર મોહસીન શેખે એવું જણાવ્યું હતું કે,“તેઓ પાકિસ્તાનના રહેવાસી છે. તેઓ છેલ્લા 24 વર્ષથી વડાપ્રધાનને રાખડી બાંધી રહી છે. તે સમયે સાંસદ દિલીપભાઈ સંઘાણી સાથે તેમના સારા સંબંધ હતા. ત્યારે તેમની મુલાકાત નરેન્દ્ર મોદી સાથે થઈ હતી. તેઓ 22 થી 23 વર્ષના હતા ત્યારથી જ ભારત આવી ગયા હતા. હાલમાં તેમને ભારતમાં આવ્યે 37 વર્ષ થયા છે.” જે તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને Jansatta દ્વારા પણ કમર મોહસીન શેખ હાલમાં અમદાવાદમાં રહેતી હોવાની માહિતી સાથેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને newindianexpress.com દ્વારા 1 ઓગસ્ટ, 2020 ના રોજ પ્રકાશિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, મોદીની પાકિસ્તાની બહેન કમર મોહસીન શેખ માટે આ વર્ષે કોરોનાને કારણે ઓફિસમાં તેમને મળવું શક્ય ન હતું. પાકિસ્તાનમાં જન્મેલા કમર મોહસીન લગ્નથી જ અમદાવાદમાં તેમના પરિવાર સાથે રહે છે. ANI ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે, “તેઓ છેલ્લા 30-35 વર્ષથી વડાપ્રધાનને ઓળખતા હતા. મોદી સાથે કરાચીથી દિલ્હી આવ્યા ત્યારે મોદી સાથે તેમની પહેલી મુલાકાત થઈ હતી. જ્યારે મોદીએ તેમને તેમની બહેન ગણ્યા હતા.” તેમણે એમ પણ કહ્યું હતું કે, “કોરોનાને લીધે તેમને 25 મી વખત રાખડી બાંધવાની તક મળી ન હતી.”

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માનેલી બહેન કમર મોહસીન શેખ દ્વારા આ વર્ષે કોરોના હોવાને કારણે પાકિસ્તાનથી નહીં પરંતુ અમદાવાદથી જ તેમના માટે પોસ્ટ દ્વારા રાખડી મોકલવામાં આવી હતી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માનેલી બહેન કમર મોહસીન શેખ દ્વારા આ વર્ષે કોરોના હોવાને કારણે પાકિસ્તાનથી નહીં પરંતુ અમદાવાદથી જ તેમના માટે પોસ્ટ દ્વારા રાખડી મોકલવામાં આવી હતી.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર કમર મોહસીન શેખ દ્વારા નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનથી રાખડી મોકલવામાં આવી…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
