
Mehul Priyadarshi નામના ફેસબુક યુઝર દ્વારા 18 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, શ્રીમતી પ્રિયંકા ગાંધી એ ઉત્તરપ્રદેશ ની બોર્ડરે પ્રવાસી મજદૂરો ને ઘરે જવા ૧૦૦૦ બસો મૂકી,પણ યોગી સરકાર બસો ચલાવવાની પરમિશન નથી આપતી, મજદૂર વિરોધી યોગી. આ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો પ્રિયંકા ગાંધી દ્વારા પ્રવાસી મજૂરોને ઘરે મૂકવા જવા માટે મૂકવામાં આવેલી 1000 બસોનો છે. આ પોસ્ટને 28 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 6 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ માહિતી વોટ્સએપ તેમજ અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી હોવાથી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો પ્રિયંકા ગાંધી દ્વારા પ્રવાસી મજૂરોને ઘરે મૂકવા જવા માટે મૂકવામાં આવેલી 1000 બસોનો છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ndtv.com નામની સમાચાર ચેનલ દ્વારા 28 ફેબ્રુઆરી, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, પ્રયાગરાજ ફેર ઓથોરિટી દ્વારા બસોની સૌથી મોટી લાઈન માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન બનાવવામાં આવ્યું હતું. કુંભમેળામાં લોકોની સુવિધા માટે 500 બસોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લગભગ 3.2 કિમી સુધી બસોની લાઈન લાગી હતી.

આજ માહિતી અને ફોટોને ANI UP દ્વારા પણ 28 ફેબ્રુઆરી, 2019 ના રોજ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ટિવટ કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો પ્રિયંકા ગાંધી દ્વારા પ્રવાસી મજૂરો માટે 1000 બસોની વ્યવસ્થા કરવામાં આવી તેનો નહીં પરંતુ 2019 માં યોજાયેલા કુંભમેળાનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો પ્રિયંકા ગાંધી દ્વારા પ્રવાસી મજૂરો માટે 1000 બસોની વ્યવસ્થા કરવામાં આવી તેનો નહીં પરંતુ 2019 માં યોજાયેલા કુંભમેળાનો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:2019 નો જૂનો ફોટો પ્રિયંકા ગાંધી દ્વારા પ્રવાસી મજૂરો માટે ઉપલબ્ધ કરવામાં આવેલી બસોના નામે વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
