શું ખરેખર વધઈ-સાપુતારા રોડ પર આ ટ્રક ડૂબી ગયાનો વિડિયો છે..? જાણો શું છે સત્ય.

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

GJ news નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. વઘઈ સાપુતારા રોડ પર જોતજોતામાં જ ટ્રક થયો પાણીમાં ગરકાવ…!શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 83 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 41 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, વધઈ-સાપુતારા રોડ પર ટ્રક પાણીમાં ગરકાવ થઈ ગઈ.

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર सापुतारा-वधय के बिच नदी के पुल पर से ट्रक पानीमें गिर गई લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ARCHIVE

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની હક્કીત પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ડાંગ જીલ્લા કલેક્ટર એન.કે.ડામોર જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતું કે, આ પ્રકારે કોઈ ઘટના હાલ ડાંગ જિલ્લામાં નથી બની, તમે જ્યાં વાત કરો છો. ત્યાં પાણી જ નથી તો ટ્રક ડુબી જવાની વાત જ નથી.

આમ, ઉપરોક્ત પરિણામો પરથી એ તો સ્પષ્ટ થઈ ગયુ હતુ કે, આ પ્રકારે કોઈ ઘટના ડાંગ જીલ્લામાં તો નથી બની. તો આ વિડિયો ક્યાંનો છે તે જાણવુ જરૂરી જણાતા અમે આ વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામોથી અમને જાણવા મળ્યુ હતુ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો બેલ્ગાવી-ગોઆ રોડ પર આવેલા ચોરલા ઘાટનો આ વિડિયો છે. જે સમાચારને સ્થાનિક મિડિયા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ARCHIVE

ARCHIVE

આમ, ઉપરોક્ત અમારી પડતાલમાં સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વધઈ-સાપુતારા હાઈવે પરનો નહીં પરંતુ બેલ્ગાવી-ગોઆ હાઈ-વે પરનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વધઈ-સાપુતારા હાઈવે પરનો નહીં પરંતુ બેલ્ગાવી-ગોઆ હાઈ-વે પરનો છે.

Avatar

Title:શું ખરેખર વધઈ-સાપુતારા રોડ પર આ ટ્રક ડૂબી ગયાનો વિડિયો છે..? જાણો શું છે સત્ય.

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •