શું ખરેખર આરઆરએસના કાર્યકરો ઓડિશામાં પૂર પિડિતોની મદદે ગયા હતા..?

False રાજકીય I Political

Veer Paresh નામના ફેસબુક યુઝર દ્વારા તા.4 એપ્રિલ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, #ઓડીસા માં આવેલ તુફાન પછી સેવા આપતા #RSS ના કાર્યકર્તાઓ, કનૈયોકુમાર કે હાર્દિક જે સંઘ નો વિરોધ કરે છે તે ક્યાંય દેખાય તો કેજો. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 689 લોકો દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, 74 લોકો દ્વારા આ પોસ્ટ પર પોતાના મંતવ્ય જણાવવામાં આવ્યા હતા, તેમજ 5800 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે, ઓડિસામાં આવેલા તુફાન પછી RSSના કાર્યકર્તાઓ મદદ માટે પહોચ્યા હતા.

ARCHIVE | ARCHIVE PHOTO

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની પડતાલ કરવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી, સૌપ્રથમ અમે નીચેની બે ફોટોને ગૂગલ અને યાંડેક્સ રિવર્સ ઈમેજથી સર્ચ કરી હતી.

ઉપરોક્ત બંન્ને ફોટો અમને યાંડેક્સ રિવર્સ ઈમેજના માધ્યમથી વિશ્વ સંવાદ કેન્દ્ર ભારત અને વિશ્વ સંવાદ કેન્દ્ર તામિલનાડુની વેબસાઈટ પર મળ્યા હતા. જે તમે નીચે આપવામાં આવેલા સ્ક્રિનશોટમાં જોઈ શકો છો.

2 ડિસેમ્બર 2017ના વિશ્વ સંવાદ કેન્દ્ર તામિલનાડુ દ્વારા કન્યાકુમારીમાં ધડકે ઓખી વાવાઝોડા બાદ આરએસએસ કાર્યકર્તાઓ દ્વારા પિડિતોને કરવામાં આવેલી મદદના ફોટો છે અને આર્થિક સહયતા માટે પણ અપીલ કરવામાં આવી હતી.

આ પ્રમાણે જ વિશ્વ સંવાદ કેન્દ્ર ભારત દ્વારા 17 ઓક્ટોબર 2014ના પ્રસારિત કરવામાં આવેલા સમાચારમાં જણાવ્યુ હતુ કે, હુડહુડ વાવાઝોડા પછી વિશાખાપટ્ટનમમાં ઘણા વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટના  બની હતી અને રસ્તાઓ બંધ થઈ ગયા હતા. આરએસએસના કાર્યકરો દ્વારા આ ઝાડને રસ્તા પરથી હટાવવામાં આવ્યા હતા, આ સમાચારમાં એ પણ જણાવવામાં આવ્યુ હતું કે, આ સમાચાર હિન્દુ ન્યુઝ પેપરમાં પણ છપાયા છે. અને ફોટો માટે હિન્દુનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ARCHIVE VISHWA | ARCHIVE VISHWA2

આ સિવય અમને 5 ડિસેમ્બર 2017ના ચોકીદાર વિકાસ પટેલ દ્વારા કરવામાં આવેલુ ટ્વીટ પણ પ્રાપ્ત થયુ હતુ. જેમાં પહેલા નંબરનો ફોટો પણ મુકવામાં આવ્યો હતો, આ ટ્વીટમાં પણ તામિલનાડુમાં આવેલા ઓખી વાવાઝોડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જો કે ફેની વાવાઝોડાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

ARCHIVE

બાદમાં અમે અન્ય ત્રણ ફોટોની તપાસ શરૂ કરી હતી.

ઉપરોક્ત ફોટોને પણ રિવર્સ ઈમેજથી સર્ચ કરતા અમને યાંડેક્સ રિવર્સ ઈમેજ સર્ચ પરથી અમને ઉપરોક્ત ફોટોની લિંક મળી હતી. સેવા ભારતી આંધ્ર પ્રદેશની વેબ સાઈટ પર 15 ઓક્ટોમ્બર 2018ના પ્રસારિત કરવામાં આવેલા સમાચારમાં આ ત્રણ ફોટો જોવા મળી હતી. જેમાં લખવામાં આવ્યુ હતુ કે, તિતલી વાવાઝોડાના પિડિતોની આરએસએસ સ્વયંસેવકો દ્વારા મદદ કરવામાં આવી હતી. તેમજ તિતલી વાવાઝોડાના પિડિતો માટે લોકોને સહાયતા કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

ARCHIVE

ટ્વીટર પર અમને ચોકીદાર સ્વામી દ્વારા કરવામાં આવેલુ એક ટ્વીટ પણ મળ્યુ હતુ, જેમાં પણ ઉપરોક્ત ત્રણ તસ્વીરો જોવા મળે છે. તેમજ લખવમાં આવ્યુ હતુ કે, #ओडिशा का “#तितली #तुफान ” और सेवा मे जुटे #संघ के कार्यकर्ता | તમે આ ટ્વીટ નીચે જોઈ શકો છો.  

ARCHIVE TWEET

ઉપરોક્ત સંશોધનથી સાબિત થાય છે કે, ઉપરોક્ત પોસ્ટ ઓડિશાના ફેની વાવાઝોડા સાથે ખોટી રીતે જોડવામાં આવી રહી છે, આ તમામ ફોટો પહેલાથી જ ઈન્ટરનેટ પર ઉપલબ્ધ હતી. માટે આ ફોટો હાલ આવેલા ફેની વાવાઝોડાની ના હોય શકે.  

પરિણામ

આમ, અમારી પડતાલ તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલી તમામ ફોટો જૂની છે.  

Avatar

Title:શું ખરેખર આરઆરએસના કાર્યકરો ઓડિશામાં પૂર પિડિતોની મદદે ગયા હતા..?

Fact Check By: Frany Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •