
Paresh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “#NRC में नाम नहीं है इसलिए घर से उठाया जा रहा है #Assam आज आपका विरोध बंद हो जाए तो कल आपका हाल ऐसा ही होगा ।” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 11 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 2 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 17 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ ઘટના હાલમાં આસામમાં NRCના વિરોધ દરમિયાન બનવા પામી છે.”

FACEBOOK | FB POST ARCHIVE | FB POST VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમને આ વિડિયોમાં ‘Dy365 Exclusive’ લખેલુ જોવા મળ્યુ હતુ.

ત્યારબાદ અમે ગૂગલ પર ‘Dy365 Exclusive’ લખતા અમને જાણવા મળ્યુ હતુ કે, Dy365 ઉત્તર-પૂર્વ રાજ્યની એક સમાચાર ચેનલ છે.
ત્યારબાદ આ સમાચાર ચેનલને અમે જૂદા-જૂદા સોશિયલ પ્લેટ ફોર્મ પર શોધતા અમને Dy365નું ફેસબુક પેજ મળ્યુ હતુ. જેમાં આ વિડિયો શેર કરવામાં આવેલો જોવા મળ્યો હતો. જેમાં લખવામાં આવ્યુ હતુ કે, આ ઘટના નવેમ્બર 2017ની છે. જ્યારે આસામના અમચુંગ વન્યપ્રાણી અભયારણ્યમાં અધિકારીઓ દ્વારા અનધિકૃત લોકોને હટાવવામાં આવતા હતા. તે વખતે એક અનધિકૃત વ્યક્તિએ કંગકન શહેરમાં વન અધિકારી પર હથિયાર વડે હુમલો કર્યો હતો અને પોલીસ કર્મચારીઓએ તેના પર લાઠી ચાર્જ કર્યો હતો.
Dy365 ના ટ્વિટર એકાઉન્ટ પર આ વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
આ સિવાય, ઉપરોક્ત ન્યૂઝ ચેનલની વેબસાઇટ પર, અમને 24 નવેમ્બર 2017 ના આ ઘટના અંગેનો એક અહેવાલ પ્રસારિત કરવામા આવ્યો હતો, જે મુજબ આ જગ્યા ખાલી કરાવવા 3 દિવસનો લાગશે, જેના માટે ત્રણ હજાર પોલીસ કર્મચારી, 15 હાથીઓ સ્થાપિત કરવામાં આવશે. આ બહિષ્કાર અભિયાન દરમિયાન ઘણા લોકોને ઈજા પણ પહોંચી હતી. આ સંપૂર્ણ અહેવાલ તમે નીચે વાંચી શકો છો.

ત્યારબાદ અમે શિવસાગર પોલીસ સ્ટેશનના OC પ્રણજીત લાઠરનો સંપર્ક સાધ્યો, તેમણે અમને જણાવ્યુ હતુ કે આ ઘટના બોચાગુલી, કંગકન નગર અને આયુષુફ નગર વિસ્તારોમાં કરવામાં આવેલા અમચંગ વન્યપ્રાણી અભયારણ્યમાં બે વર્ષ પહેલાં બની હતી. આ વિડિઓનો એનઆરસી સાથે કોઈ સંબંધ નથી.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સ્પષ્ટ થાય છે કે, ઉપરોક્ત પોસ્ટમાં શેર કરેલા વિડિઓનો એનઆરસી સાથે કોઈ સંબંધ નથી. આ વિડિઓ બે વર્ષ જુનો છે અને આ વિડિઓ લોકોને ખોટી વિગતો સાથે ગેરમાર્ગે દોરવાના હેતુથી ફેલાવવામાં આવી રહી છે.
પરિણામ
આમ. અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, ઉપરોક્ત પોસ્ટમાં શેર કરેલા વિડિઓનો એનઆરસી સાથે કોઈ સંબંધ નથી. આ વિડિઓ બે વર્ષ જુનો છે અને આ વિડિઓ લોકોને ખોટી વિગતો સાથે ગેરમાર્ગે દોરવાના હેતુથી ફેલાવવામાં આવી રહી છે.

Title:વર્ષ 2017ના વિડિયોને હાલનો NRCનો આસામનો ગણાવી ફેલાવવામાં આવી રહ્યો..
Fact Check By: Yogesh KariaResult: False
