શું ખરેખર દિલ્હીમાં સ્કૂલ બસ પર હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Hardik Patidar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામં આવી હતી. “आज #सीलमपुर, दिल्ली में एक विशेष कौम के प्रदर्शनकारियो ने स्कूल बस पर पथराव किया जिनमे ड्राइवर समेत कई बच्चों को गंभीर चोटें आई है. कल #Congress इन दंगाईयो के समर्थन में धरना दे सकती है. #CAA #NRC #CABશીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 30 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દિલ્લીમાં પ્રદર્શન કરનારાઓ દ્વારા સ્કૂલ બસ પર હુમલો કરવામાં આવ્યો હતો.”

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્કિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને 24 જાન્યુઆરી 2018ના DNAINDIA દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, પદ્માવત ફિલ્મના રિલિઝ થવાને લઈ હરિયાણા અને રાજસ્થાનમાં ખૂબ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા. આ પ્રદર્શન દરમિયાન ગુરૂગ્રામમાં એક સ્કૂલ બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો મુકવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

DNA | ARCHIVE

આ સિવાય ANI દ્વારા 24 જાન્યુઆરી 2018ના આ જ ઘટના પર કરવામાં આવેલુ ટ્વિટ પણ અણને મળ્યુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ગુરૂગ્રામમાં પદ્માવત રિલિઝ થયુ તેનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ એક સ્કૂલ બસ પર પણ પથ્થરમારો કર્યો હતો.  

ARCHIVE

આ ઘટના બાદ ગુરૂગ્રામના તત્કાલિન જિલ્લાઅધિકારી વિનય પ્રતાપ સિંહ દ્વારા સમગ્ર જિલ્લામાં ધારા 144 લગાડવામાં આવી હતી અને પોલીસ આયોક્ત સંદિપ ખિરકરના નિવેદન મુજબ 13 લોકોની ધરપક્ડ પણ કરવામાં આવી હતી.  

ANI TWEET

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો 24 જાન્યુઆરી 2018નો ગુરૂગ્રામનો છે.પદ્માવત ફિલ્મના વિરોધ દરમિયાન સ્કૂલ બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. CAAના વિરોધ પ્રદર્શન સાથે તેનો કોઈ સંબધ નથી.  

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો 24 જાન્યુઆરી 2018નો ગુરૂગ્રામનો છે.પદ્માવત ફિલ્મના વિરોધ દરમિયાન સ્કૂલ બસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. CAAના વિરોધ પ્રદર્શન સાથે તેનો કોઈ સંબધ નથી.  

Avatar

Title:શું ખરેખર દિલ્હીમાં સ્કૂલ બસ પર હુમલો કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False