જાણો પોતાના ભણતર વિશેની માહિતી આપી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

False રાજકીય I Political

તાજેતરમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહી રહ્યા છે કે, તેમણે હાઈસ્કૂલ સુધી જ અભ્યાસ કર્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા MA સુધીનો અભ્યાસ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે પરંતુ એ નિવેદનનો અધૂરો વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 29 જાન્યુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, દેશનું દુર્ભાગ્ય એ છે કે જે માણસ પરીક્ષા પર ચર્ચા કરી રહ્યો છે એ હાઈસ્કૂલથી આગળ ભણી પણ નથી શક્યો🤣🤣. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કહી રહ્યા છે કે, તેમણે હાઈસ્કૂલ સુધી જ અભ્યાસ કર્યો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો અમને લોકમત હિન્દીના સત્તાવાર યુટ્યુબ પર 1 એપ્રિલ, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે MA સુધી ભણ્યા હોવાનું જણાવી રહ્યા છે. 

આજ વીડિયો અમને અન્ય કેટલાક મધ્યમો પર પણ પ્રાપ્ત થયો હતો. જે તમે અહીં જોઈ શકો છો. scroll.in | Youtube 1 | Youtube 2

નીચે તમે નરેન્દ્ર મોદીના ઓરિજીનલ વીડિયો અને વાયરલ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા MA સુધીનો અભ્યાસ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે પરંતુ એ નિવેદનનો અધૂરો વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો પોતાના ભણતર વિશેની માહિતી આપી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas 

Result: False

Leave a Reply