
દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશની ચૂંટણીનું પાંચેય ચરણનું મતદાન પુર્ણ થઈ ગયુ છે અને 10 માર્ચના પરિણામ પણ આવી જશે, ત્યારે હાલમાં સોશિયલ મિડિયામાં ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એખ 11 સેકેન્ડનું ન્યુઝ બુલેટિયન વાયરલ થઈ રહ્યુ છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં ચુંટણીના પરિણામ પહેલા જ અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અવગણી રહ્યા છે અને તેમનો ફોન ઉપાડતા નથી.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલું ન્યુઝ બુલેટિયન વર્ષ 2020નું છે. હાલમાં આ પ્રકારની કોઈ ઘટના બનવા પામી નથી. ખોટા દાવા સાથે આ વિડિયોને શેર કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
ગુજરાત ત્રસ્ત ભાજપા મસ્ત નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 06 માર્ચ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં ચુંટણીના પરિણામ પહેલા જ અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અવગણી રહ્યા છે અને તેમનો ફોન ઉપાડતા નથી.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં R9 TV ન્યુઝ ચેનલનું નામ વાંચવામાં મળ્યુ હતુ.
તેથી અમે યુટ્યુબ પર સર્ચ કરતા અમને આ યુટ્યુબ ચેનલ પ્રાપ્ત થઈ હતી. જેના પર અમને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલુ બુલેટિયન પ્રાપ્ત થયુ હતુ. જે બુલેટિયન 26 સપ્ટેમ્બર 2020ના પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. જેમાં યોગી આદિત્યનાથ કહેતા સાંભળી શકાય છે કે, “સાંસદ અને ધારાસભ્યના ફોન ન ઉપાડનાર અધિકારીઓ સામે ત્વરિત કાર્યવાહી કરવામાં આવશે, આ ગંભીર વાત છે.” આ બુલેટિયન ને તમે નીચે જોઈ શકો છો.
તેમજ જાગરણ દ્વારા પણ આ અંગે માહિતી આપતો વિશેષ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. “ઉત્તર પ્રદેશના વિવિધ વિભાગોની અલગ-અલગ સમીક્ષા બેઠકોમાં સ્થાનિક મુદ્દાઓ બદલાતા હશે, પરંતુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સતત અધિકારીઓને જનપ્રતિનિધિઓને સંપૂર્ણ સન્માન આપવા સૂચના આપી રહ્યા છે. કાનપુર ડિવિઝનની સમીક્ષા બેઠક દરમિયાન કડક સૂરમાં આ સંદેશ આપતાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જે અધિકારીઓ સાંસદો અને ધારાસભ્યોની અવગણના કરે છે તેમના પર કાર્યવાહી નિશ્ચિત છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલું ન્યુઝ બુલેટિયન વર્ષ 2020નું છે. હાલમાં આ પ્રકારની કોઈ ઘટના બનવા પામી નથી. ખોટા દાવા સાથે આ વિડિયોને શેર કરવામાં આવી રહ્યો છે.

Title:કોરોનાના સમયના ઉત્તર પ્રદેશના સમાચારને હાલના ગણાવી ફેલાવવામાં આવી રહ્યા…જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: Missing Context
