ભારતીય વિદ્યાર્થીની વૈશાલી યાદવની યુપી પોલીસે ધરપકડ કરી નથી… જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

યુક્રેનમાં વૈશાલી યાદવ નામની ભારતીય મેડિકલ સ્ટુડન્ટે તાજેતરમાં એક વિડિયો બનાવીને ભારત સરકારને યુક્રેનમાં તેના જેવા ફસાયેલા વિદ્યાર્થીઓને મદદ કરવા અપીલ કરી હતી. કેટલાક મિડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે વૈશાલી યાદવ ઉત્તર પ્રદેશના હરદોઈના તેરા પુરસૈલી ગામની ગ્રામપ્રધાન (ગામના વડા) છે.

આ પૃષ્ઠભૂમિ પર પોલીસ દ્વારા ઘેરાયેલી એક મહિલાની તસવીર શેર કરવામાં આવી રહી છે. જે ફોટો શેર કરીને દાવો કર્યો હતો કે, “ઉત્તર પ્રદેશ પોલીસે વૈશાલી યાદવની ભાજપ સરકાર વિરૂદ્ધ ખોટો પ્રચાર કરવા બદલ ધરપકડ કરી છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, હરદોઈ પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દાવાઓને રદિયો આપ્યો અને સ્પષ્ટ કર્યું કે તેઓએ વૈશાલી યાદવની ધરપકડ કરી નથી અને તે ભારતમાં નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

પોલા ભીમા પોટલી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 04 માર્ચ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઉત્તર પ્રદેશ પોલીસે વૈશાલી યાદવની ભાજપ સરકાર વિરૂદ્ધ ખોટો પ્રચાર કરવા બદલ ધરપકડ કરી છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ફેક્ટ ક્રેસેન્ડોએ હરદોઈના એસપી રાજેશ દ્વિવેદીનો સંપર્ક કર્યો જેમણે દાવાને નકારી કાઢ્યો અને અમને જણાવ્યું કે ઉત્તર પ્રદેશ પોલીસે વૈશાલી યાદવની ધરપકડ કરી નથી અને તે ભારતમાં નથી.

અમને હરદોઈના એસપી રાજેશ દ્વિવેદીનો એક વિડિયો પણ મળ્યો જે વાયરલ થયેલા દાવાઓને રદિયો આપે છે. ટ્વિટર પર એક પત્રકાર રાજા પાલે આ વિડિયો પોસ્ટ કર્યો છે. તેણે લખ્યું કે હરદોઈ પોલીસે સ્પષ્ટતા કરી છે કે, યુવતીએ મદદ માંગી હતી, તે હાલમાં રોમાનિયામાં છે. સાંભળો SP શું કહે છે. તેણીને ખરેખર મદદની જરૂર છે.” તમે અહીં SPના બાઈટનું લાંબુ વર્ઝન જોઈ શકો છો.

આગળ, અમે રિવર્સ ઇમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નાગૌર પોલીસ દ્વારા 3જી માર્ચે પોસ્ટ કરવામાં આવેલું ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં જણાવ્યું હતું કે, આ યુવતીએ સોશિયલ મિડિયા પર હથિયાર સાથે વિડિયો વાયરલ કરીને લોકોમાં ભયનું વાતાવરણ ઊભુ કર્યું હતુ. તેની આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. એનડીટીવી અનુસાર, આરોપીનું નામ કમલા ચૌધરી છે. જે વિડિયોમાં તે હથિયાર વડે ગોળીબાર કરતી જોવા મળે છે તેના આધારે કોતવાલી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, હરદોઈ પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દાવાઓને રદિયો આપ્યો અને સ્પષ્ટ કર્યું કે તેઓએ વૈશાલી યાદવની ધરપકડ કરી નથી અને તે ભારતમાં નથી.

Avatar

Title:ભારતીય વિદ્યાર્થીની વૈશાલી યાદવની યુપી પોલીસે ધરપકડ કરી નથી… જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False