
We Support CAA & NRC નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 6 જાન્યુઆરી 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એક મુસ્લિમ મહિલા બેનર લઈ અને ઉભી છે. જે બેનરમાં લખેલું છે કે, “Modi को अपना घर भरना होता तो वह 13 साल गुजरात का CM रह कर भर लेता| उसे कुर्सी से नहीं, सिर्फ अपने देश से प्रेम है” આ પોસ્ટ પર 475 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 80 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 3500 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટમાં દેખાઈ રહેલી મહિલા મોદીના સમર્થનમાં બેનર લઈ અને ઉભી છે.”

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ મહિલાનો ઓરિજનલ ફોટો પ્રાપ્ત થયો હતો. અમને જાણવા મળ્યુ હતુ કે, આ ફોટો વર્જિનિયાની મેરી વોશિંન્ગટન યુનિવર્સિટીમાં 2012માં ચાલેલા one beauty of Islam કેમ્પિયનની છે.
21 મે 2012ના બ્લોગમાં આ કેમ્પિયનની તમામ ફોટો હતી, જેમાં પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ફોટોની ઓરિજનલ ફોટો પણ જોવા મળી હતી. જેમાં આ મહિલાના હાથમાં રહેલા બેનરમાં “I’m a muslim but I’m not Arab” લખેલુ જોવા મળે છે. જે તમે નીચે જોઈ શકો છો.

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટોમાં ફોટોશોપના માધ્યમથી એડિટ કરવામાં આવ્યુ છે. આ મહિલા મોદીના સમર્થનમાં બેનર લઈ ઉભી હોવાની વાત તદન ખોટી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં મહિલા મોદીના સમર્થનમાં બેનર લઈ ઉભી નથી. આ મહિલાનો ફોટો 8 વર્ષ જૂનો છે.

Title:શું ખરેખર મુસ્લિમ મહિલા મોદીના સમર્થનમાં બેનર લઈ ઉભી રહી છે…?જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
