તપાસ હજુ ચાલી રહી છે, રહસ્યમય પદાર્થ અગાઉના PSLV પ્રક્ષેપણનો હોવાની સંભાવના છે.

ચંદ્રયાન-3 જ્યારથી લોંચ થયુ ત્યારથી ચર્ચામાં રહ્યુ છે. ત્યારે હાલમાં એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વિશાળ તાંબાના રંગના સિલિન્ડરનો ફોટો છે, જે કથિત રીતે ઓસ્ટ્રેલિયન બીચ પર તણાઈને આવ્યુ હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જૂલાઈમાં ભારત દ્વારા લોંચ કરવામાં આવેલા ચંદ્રયાન-3 મિશન માંથી છુટ્ટા પડેલા યાનનો આ ટુકડો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Gujaratmitra નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂલાઈ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેની સાથે લખાણ કરવામાં આવ્યુ હતુ કે, “ઓસ્ટ્રેલિયાના કાંઠા પર તણાઈને આવેલી તાંબાની વસ્તુ ચંદ્રયાન-3ના લોન્ચમાંથી પડી હોવાની સોશિયલ મીડિયા પર અટકળો.” આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જૂલાઈમાં ભારત દ્વારા લોંચ કરવામાં આવેલા ચંદ્રયાન-3 મિશન માંથી છુટ્ટા પડેલા યાનનો આ ટુકડો છે.”

Facebook | Fb post Archive | Fb article archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને 17 જુલાઈ 2023ના રોજના ઈન્ડિયા ટુડે દ્વારા પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અનુસાર તે ચંદ્રયાન-3ને લઈ જનાર LVM-3 ના ખર્ચાયેલા તબક્કાઓમાંથી એક હોઈ શકે છે, ઓસ્ટ્રેલિયન સ્પેસ એજન્સીએ તેની પુષ્ટિ કરી નથી અને ભારતીય સ્પેસ એજન્સી પણ અત્યાર સુધી મૌન છે. તે ભારતમાંથી જૂના પીએસએલવી પ્રક્ષેપણનો એક ભાગ પણ હોઈ શકે છે. સત્તાવાળાઓ કોઈપણ શક્યતાઓને નકારી રહ્યાં નથી અને માને છે કે ઑબ્જેક્ટ સૈન્ય અથવા ઑસ્ટ્રેલિયન અવકાશ એજન્સીની હોઈ શકે છે.
તેમજ વધુ સર્ચ કરતા અમને 17 જુલાઈ 2023ના રોજનો મિન્ટનો અહેવાલ પ્રાપ્ત થયો હતો, જેમાં તેમણે ઉમેર્યું કે ઉડ્ડયન નિષ્ણાતો દાવો કરી રહ્યા છે કે, શક્ય છે કે ઓબ્જેક્ટ સંભવતઃ છેલ્લા 12 મહિનામાં હિંદ મહાસાગરમાં પડેલા સ્પેસ રોકેટની ઇંધણ ટાંકી છે.
તેમજ 17 જૂલાઈ 2023ના ઑસ્ટ્રેલિયન સ્પેસ એજન્સી દ્વારા કરવામાં આવેલા ટવિટ્સ પ્રાપ્ત થયા હતા. જેમાં જણાવ્યું હતું કે, “તેઓ પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં જ્યુરિયન ખાડી નજીકના બીચ પર સ્થિત ઓબ્જેક્ટ સંબંધિત પૂછપરછ કરી રહ્યા છે.”
તેમજ ઓસ્ટ્રિલયન સ્પેસ એજન્સી દ્વારા 19 જુલાઈના રોજ વધુ એક ટ્વિટ કરવામાં આવ્યુ હતુ, જેમાં જણાવ્યું હતું કે, “તેણે નિર્ધારિત કર્યું છે કે ઓબ્જેક્ટ મોટે ભાગે નક્કર રોકેટ મોટર કેસીંગ છે, જ્યારે ઉમેર્યું હતું કે તે તેના વૈશ્વિક સમકક્ષો સાથે તેની તપાસ ચાલુ રાખે છે.”
તેમજ વધુ સર્ચ કરતા અમને ઇસરોના વડા એસ સોમનાથે બીબીસીને જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયન બીચ પર ધોવાઇ ગયેલો વિશાળ ધાતુનો ગુંબજ ચોક્કસપણે રોકેટનો ભાગ હતો – પરંતુ તે ભારતીય હોઈ શકે કે ન પણ હોય. એસ સોમનાથે કહ્યું, “જ્યાં સુધી અમે તેનું પૃથ્થકરણ ન કરીએ ત્યાં સુધી અમે પુષ્ટિ કરી શકતા નથી કે તે અમારૂ છે.”
તેમજ બીબીસીના અહેવાલમાં વધુ માહિતી આપતા જણાવવામાં આવ્યુ હતુ કે, “કેટલાકે એમ પણ કહ્યું કે તે ગયા શુક્રવારે ભારતના નવીનતમ ચંદ્ર મિશનના પ્રક્ષેપણમાંથી હોઈ શકે છે પરંતુ નિષ્ણાતોએ ઝડપથી તેને નકારી કાઢ્યું, તેના વ્યાપક નાળ કવર પર થી આ પદાર્થ ઓછામાં ઓછા થોડા મહિનાઓથી પાણીમાં હતો.
સાયન્સ એલર્ટ દ્વારા પ્રસારિત અહેવાલ અનુસાર નવા દરિયાકિનારે મેટલ ઓબ્જેક્ટ પરના બાર્નેકલ્સ દ્વારા નક્કી કરવામાં આવે છે, તે સંભવતઃ થોડા મહિના કરતા વધુ સમયથી સમુદ્રમાં છે.
તેમજ વધુમાં યુરોપિયન સ્પેસ એજન્સીના એન્જીનિયર એન્ડ્રીયા બોયડે કથિત રીતે જણાવ્યું હતું કે. તેમના સાથીદારો માને છે કે હિંદ મહાસાગર માંથી ધોવાઈ ગયેલી વસ્તુ ઉપગ્રહ લોન્ચ કરતી વખતે ભારતીય રોકેટમાંથી પડી હતી. “અમને ખાતરી છે કે આકાર અને કદના આધારે, તે ભારતીય રોકેટનું ઉપલા તબક્કાનું એન્જિન છે જેનો ઉપયોગ ઘણાં વિવિધ મિશન માટે થાય છે,” તેણીએ કહ્યું.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સત્તાવાળાઓ હજી પણ દૂરના ઓસ્ટ્રેલિયન બીચ પર મળેલી રહસ્યમય વસ્તુની તપાસ કરી રહ્યા છે, જો કે, નિષ્ણાતો માને છે કે તે ચંદ્રયાન-3 મિશનનો નહીં પણ અગાઉના PSLV પ્રક્ષેપણનો ભાગ છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:BrakeTheFake: ચંદ્રયાન-3 ના નામે વાયરલ થઈ રહેલી આ તસ્વીરનું જાણો શું છે સત્ય…
Written By: Frany KariaResult: Missing Context
