યુએસના ફ્લોરિડામાં રોકેટ પ્રક્ષેપણના જૂના વીડિયોને ચંદ્રયાન-3ના લોન્ચના નામે ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહી છે.

હાલમાં એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ઈસરો દ્વારા મહત્વાકાંક્ષી ચંદ્રયાન-3ને 14 જુલાઈના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. તેના પ્રક્ષેપણ પછી, એક વ્યક્તિ દ્વારા વિમાન માંથી કેપ્ચર કરાયેલ ચંદ્રયાન-3ના લિફ્ટ ઓફની ઝલક બતાવવાનો દાવો કરતા વીડિયો શેર કર્યો હતો. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ચેન્નઈ થી ઢાકા જતી ફ્લાઈટમાંથી એક ચંદ્રયાન-3ના લોંચનો આ વીડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Shantubai Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂલાઈ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેની સાથે લખવામાં આવ્યુ હતુ કે, “ઈન્ડિગોની ફ્લાઈટ ચેન્નાઈથી ઢાકા જઈ રહી હતી. યોગાનુયોગ, ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ સમયે તે શ્રીહરિકોટા ઉપરથી પસાર થઈ રહ્યું હતું. પાયલોટે જાહેરાત કરી કે મુસાફરો ઐતિહાસિક ઘટના, ચંદ્રયાન-3ના પ્રક્ષેપણના સાક્ષી બની શકે છે. વિન્ડો સીટ પર બેઠેલા મુસાફરે તેના મોબાઈલમાં વિડિયો રેકોર્ડ કર્યો અને તે અવકાશમાંથી અવકાશ યાનનો પહેલો વિડિયો છે. આ વીડિયોને ISRO મટિરિયલ્સ અને રોકેટ મેન્યુફેક્ચરિંગના ડિરેક્ટર (નિવૃત્ત) ડૉ. પી વી વેંકિતક્રિષ્નન દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો છે. (વાસ્તવમાં કહીએ તો, લોંચ સમયે શ્રીહરિકોટાની આસપાસનું એરસ્પેસ નો ફ્લાય ઝોન હોવું જોઈતું હતું અને વિમાન નો ફ્લાય ઝોનની બહાર હતું) એક ટ્વિટર વપરાશકર્તા દ્વારા એક અદ્ભુત કૅપ્શન સૂચવવામાં આવ્યું છે જ્યારે એવિએશન મીટ્સ એસ્ટ્રોનોમી” આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ચેન્નઈ થી ઢાકા જતી ફ્લાઈટમાંથી એક ચંદ્રયાન-3ના લોંચનો આ વીડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને આ જ વીડિયો 17 ડિસેમ્બર 2022ના અમને યુટ્યુબ ચેનલ પર પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “કેપ કેનાવેરલ ઉપર ઉડતા પ્લેનમાં મુસાફરોએ એલોન મસ્કના સ્પેસએક્સ રોકેટના પ્રક્ષેપણના સાક્ષી બન્યા. તેઓએ તેમની બારીઓમાંથી જ ફાલ્કન-9નું લોન્ચિંગ જોયું.

તેમજ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ન્યુઝ 18 દ્વારા તેમના ફેસબુક પેજ પર આ વીડિયો 17 ડિસેમ્બર 2022ના અપલોડ કર્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “એક પ્લેન પેસેન્જર SpaceX ના ફાલ્કન 9 લોન્ચનો સ્કાય શોટ મેળવવામાં સફળ રહ્યો. વિડિયો નેટીઝન્સને મંત્રમુગ્ધ કરે છે!

તેમજ વધુ સર્ચ કરતા અમને Independent દ્વારા 16 ડિસેમ્બર 2022ના પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “શુક્રવારે ફ્લોરિડામાં કેપ કેનાવેરલની નજીકથી ઉડતા પ્લેનમાં મુસાફરોને અજાણતાં સ્પેસએક્સ રોકેટના પ્રક્ષેપણ માટે આગળની હરોળની બેઠક મળી.

Independent | Archive

આમ, સાબિત થાય છે કે, વાયરલ વીડિયો વાસ્તવમાં કેપ કેનાવેરલની ઉત્તરે ફ્લોરિડામાં મેરિટ આઇલેન્ડ પર સ્થિત યુએસ કેનેડી સ્પેસ સેન્ટરમાં કરવામાં આવેલા રોકેટ પ્રક્ષેપણનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયો યુએસના ફ્લોરિડામાં રોકેટ પ્રક્ષેપણનો છે. ચંદ્રયાન-3ના લોન્ચના સાથે આ વીડિયોને કોઈ લેવા-દેવા નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: ચંદ્રયાન-3 ના લોંચના દાવા સાથે વાયરલ થઈ રહેલા વીડિયોનું જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False