જાણો દિલ્હીમાં હવે મફત વીજળી નહીં મળવા બાબતે બોલી રહેલા ઉર્જામંત્રીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…
તાજેતરમાં દિલ્હીના આમ આદમી પાર્ટીના નેતા અને ઉર્જામંત્રી આતિશી મર્લેનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હીમાં હવેથી મફત વીજળી મળતી બંધ કરવામાં આવી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો છે. ઓરિજીનલ વીડિયોમાં ઉર્જામંત્રી આતિશી મર્લેના એવું કહી રહ્યા છે કે, દિલ્હીમાં વીજળી પર સબસિડી બંધ કરવામાં આવી છે કારણ કે, એની ફાઈલ એલજી પાસે પડી છે. એના પર જ્યાં સુધી તેઓ સહી નહીં કરે ત્યાં સુધી દિલ્હીમાં લોકોને સબસિડી આપવામાં નહીં આવે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
જય ભારત કુમાર નામના ફેસબુક યુઝર દ્વારા 14 જુલાઈ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, લો ભાઈ, તાવ ઉતર્યો, દિલ્હીમાં મફત વીજળી બંધ થઈ ગઈ...... પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હીમાં હવેથી મફત વીજળી મળતી બંધ કરવામાં આવી.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર ABP News દ્વારા 14 એપ્રિલ, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયોમાં દિલ્હીની ઉર્જામંત્રી આતિશી એવું કહી રહ્યા છે કે, દિલ્હી સરકાર એટલે કે કેજરીવાલ સરકાર દ્વારા વીજળી પર આપવામાં આવતી સબસિડી આ વર્ષે આપી શકાશે નહીં અને હવેથી તે બંધ થઈ જશે. આ સબસિડી બંધ થઈ ગઈ છે કારણ કે, અરવિંદ કેજરીવાલની સરકારે કેબિનેટમાં એવો નિર્ણય લીધો છે કે તેઓ આવતા વર્ષે પણ વીજળી સબસિડી ચાલુ રાખશે. એલજી (લેફ્ટનન્ટ ગવર્નર) એ સબસિડીની ફાઇલ તેમની પાસે રાખી છે. તે ફાઇલ LGને મોકલ્યા પછી, તેમની ઑફિસે તેને રાખી છે અને જ્યાં સુધી તે ફાઇલ LGની ઑફિસમાંથી પાછી નહીં આવે ત્યાં સુધી અરવિંદ કેજરીવાલની સરકાર સબસિડીના પૈસા નહીં આપી શકે. મતલબ કે, અરવિંદ કેજરીવાલની સરકાર પાસે પૈસા છે અને સબસિડી આપવાનો નિર્ણય કેબિનેટ દ્વારા લેવામાં આવ્યો છે, તેમ છતાં હવે વીજળી સબસિડી બંધ થઈ જશે.
ઉપરોક્ત વીડિયો પરથી આપણે સમજી શકીએ છીએ કે, દિલ્હીના ઉર્જામંત્રી આતિશી વીજળી સબસિડી બંધ કરવાની વાત કરી રહ્યા છે કારણ કે, લેફ્ટનન્ટ ગવર્નરે આ વર્ષે વીજળી બિલ પર સબસિડીની ફાઇલ પાસ કરી નથી.
નીચે તમે દિલ્હીના ઉર્જામંત્રી આતિશીના નિવેદનના વાયરલ અને ઓરિજીનલ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં અમને 14 એપ્રિલ, 2023 ના રોજ પ્રકાશિત થયેલ India.com નો અહેવાલ મળ્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે, આતિશીની પ્રેસ કોન્ફરન્સના થોડા કલાકો બાદ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ પાવર સબસિડીની ફાઇલને મંજૂરી આપી દીધી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અધૂરો છે. ઓરિજીનલ વીડિયોમાં ઉર્જામંત્રી આતિશી મર્લેના એવું કહી રહ્યા છે કે, દિલ્હીમાં વીજળી પર સબસિડી બંધ કરવામાં આવી છે કારણ કે, એની ફાઈલ એલજી પાસે પડી છે. એના પર જ્યાં સુધી તેઓ સહી નહીં કરે ત્યાં સુધી દિલ્હીમાં લોકોને સબસિડી આપવામાં નહીં આવે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યા છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:જાણો દિલ્હીમાં હવે મફત વીજળી નહીં મળવા બાબતે બોલી રહેલા ઉર્જામંત્રીના વાયરલ વીડિયોનું શું છે સત્ય...
Written By: Vikas VyasResult: Missing Context