
Saurashtra Samachar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 ઓગસ્ટ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “સમાખયાળી, કચ્છ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1600 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 22 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 1 લાખ 47 હજાર લોકો દ્વારા આ વિડિયોને નિહાળવામાં આવ્યો હતો અને 962 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો કચ્છના સામખિયાળી ગામનો છે.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ જો આટલી મોટી દુરઘટના બની હોય તો સ્થાનિક મિડિયા દ્વારા તેની નોંધ લેવામાં આવી જ હોય તેથી અમે ગૂગલ પર અલગ-અલગ કિવર્ડ થી સર્ચ કર્યુ હતુ. પરંતુ અમને કોઈ ઠોસ પરિણામ પ્રાપ્ત થયા ન હતા. તેથી અમે કચ્છ જિલ્લા કલેક્ટર એમ નાગરાજન જોડે વાત કરી હતી તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ ઘટના હાલ ક્યાંય પણ કચ્છ જિલ્લામાં નથી બની. લોકોને વિનંતી છે કે આ પ્રકારની ખોટી અફવાઓથી દૂર રહે.”

આમ ઉપરોક્ત પરિણામો પરથી એ સાબિત થઈ ગયુ હતુ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો કચ્છ જિલ્લાનો તો નથી. તેથી અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કર્યુ હતુ.
ઉપરોક્ત પરિણામ પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ પ્રકારની ઘટના 10 ઓગસ્ટ 2019ના કર્ણાટકના બેલ્ગામમાં બની હતી. જે સમાચારને માહિતી સાથે ETV ANDHRA દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે આપ નીચે જોઈ શકો છો.

આમ ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના કચ્છનો નહિં પરંતુ કર્ણાટકના બેલ્ગામનો છે. લોકોને ભ્રામક કરવા આ પ્રકારની પોસ્ટ શેર કરવામાં આવતી હોવાનું સાબિત થાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગુજરાતના કચ્છનો નહિં પરંતુ કર્ણાટકના બેલ્ગામનો છે. લોકોને ભ્રામક કરવા આ પ્રકારની પોસ્ટ શેર કરવામાં આવતી હોવાનું સાબિત થાય છે.

Title:શું ખરેખર કચ્છના સામખળિયામાં હાઈટેન્શન થાંભલો પડ્યો તેનો લાઈવ વિડિયો છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
