Pinakin Mehta નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “જાપાનમાં મંદિરોની આવક ગરીબોમાં બાટવામાં આવે છે” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 525 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 137 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ 6200થી વધુ લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, જાપાનમાં મંદિરોમાં જે દાન આવ્યુ હતુ તેને ગરીબોમાં વહેચવામાં આવી રહ્યુ છે.

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માંધ્યમથી સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયો 2016થી સોશિયલ મિડિયામાં ઉપલબ્ધ છે. Shan Shi Shan Shi નામના યુટ્યુબ યુઝર દ્વારા તારીખ 4 જૂલાઈ 2016ના આ વિડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતુ કે, “આ વિડિયો મ્યાનમારનો છે અને એક અરબપતિને તેનું મૃત્યુ નજીક હોવાનું જણાઈ આવતા તેણે પોતાની સંપતિ ગરીબોને વહેંચવાનું નક્કી કર્યુ હતુ અને ગરીબ લોકોને નાણા આપ્યા હતા.” જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ત્યારબાદ અમે ગૂગલ પર જૂદા-જૂદા કિવર્ડ સાથે સર્ચ કરતા અમને વિશ્વની જૂદી-જૂદી વેબસાઈટના વર્ષ 2017ના અનેક આર્ટીકલ પ્રાપ્ત થયા હતા જેમાં પણ ઉપરોક્ત વિડિયોમાં જે માહિતી આવેલી માહિતી મુજબની જ માહિતી આપવામાં આવી હતી. જેમાં પણ જણાવવામાં આવ્યુ હતુ કે, “આ વિડિયો મ્યાનમારનો છે અને એક અરબપતિને તેનું મૃત્યુ નજીક હોવાનું જણાઈ આવતા તેણે પોતાની સંપતિ ગરીબોને વહેંચવાનું નક્કી કર્યુ હતુ અને ગરીબ લોકોને નાણા આપ્યા હતા.” જે તમે નીચે જોઈ શકો છો.

divertissonsnous.comArchive
megaricos.comArchive
threezly.comArchive
danviet.vnArchive
thoibaotoday.infoArchive
yan.vnArchive
detiksatu.comArchive
cumicumi.comArchive

ત્યારબાદ અમે વિડિયો સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતી ચલણી નોટનો સ્ક્રિનશોટ લઈ અને મ્યાનમારની ચલણી નોટો સાથે મેળવતા અમને ઘણી સામ્યતા જોવા મળી હતી જે સાબિતી આપતી હતી કે, આ વિડિયો મ્યાનમારનો જ છે.

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયો જાપાનનો નહિં પરંતુ મ્યાનમારનો છે, જ્યા એક અરબપતિ દ્વારા ગરીબોને દાન આપવામાં આવી રહ્યુ છે. કોઈ મંદિરમાં એકઠુ થયેલુ દાન લોકોને નથી આપવામાં આવી રહ્યુ.

પરિણામ

આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયો જાપાનનો નહિં પરંતુ મ્યાનમારનો છે, જ્યા એક અરબપતિ દ્વારા ગરીબોને દાન આપવામાં આવી રહ્યુ છે. કોઈ મંદિરમાં એકઠુ થયેલુ દાન લોકોને નથી આપવામાં આવી રહ્યુ.

Avatar

Title:શું ખરેખર જાપાનમાં મંદિરોની આવક ગરીબોને અપાઈ રહી ત્યારનો વિડિયો છે...? જાણો શું છે સત્ય...

Fact Check By: Yogesh Karia

Result: False