શું ખરેખર અસાની વાવાઝોડા દરમિયાન ઓડિશાનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

ગત સપ્તાહમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં અસાની વાવાઝોડું અથડાયુ હતુ. દરમિયાન આ વિસ્તારમાં ભારે વરસાદ અને ભારે પવન ફુંકાયો હતો. દરમિયાન સોશિયલ મિડિયામાં ઘણા વિડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. તેમજ આ જ ભારે પવનનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અસાની વાવાઝોડા દરમિયાનનો ઓડિશાનો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો કર્ણાટકાના હુબ્બલીની એરપોર્ટ કેન્ટિનનો છે. આ વિડિયો ઓડિશાનો નથી. ઓડિશાનો હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

ગામનું પાદર નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 07 મે 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો અસાની વાવાઝોડા દરમિયાનનો ઓડિશાનો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિર્વસ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટર અરૂણકુમાર દ્વારા 5 મે 2022ના રોજ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ જ વિડિયો શેર કર્યો હતો અને માહિતી આપતા જણાવવામાં આવ્યુ હતુ કે, “કર્ણાટકના હુબલી એરપોર્ટ કેન્ટિનનો આ વિડિયો છે. જ્યાં ભારે વરસાદ થયો હતો.” 

સ્થાનિક સમાચાર વેબસાઈટ “હુબબાલી- ધારવાર ઈન્ફ્રા”ના ટ્વિટર એકાઉન્ટ પરથી 5 મેના આ જ વિડિયોનો લાંબો સંસ્કરણ શેર કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે તે સ્થાન હુબ્બલી એરપોર્ટની સ્ટાફ કેન્ટીન છે.

હુબલી ટાઈમ્સ અને ન્યૂઝ18 જેવા સમાચાર આઉટલેટ દ્વારા પણ આ વિડિયોની જાણ કરવામાં આવી હતી. આ અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ દ્રશ્ય હુબ્બલી એરપોર્ટ કેન્ટીનનું હતું કારણ કે કર્ણાટકમાં 5 મેના રોજ વાવાઝોડા, તોફાની પવનો અને ભારે વરસાદનો સામનો કરવો પડ્યો હતો.

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે ગૂગલ મેપ પર હુબ્બલી એરપોર્ટ કેન્ટીન અંગે સર્ચ કરતા અમને આ કેન્ટિન જોવા મળી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

ગૂગલ મેપ

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો કર્ણાટકાના હુબ્બલીની એરપોર્ટ કેન્ટિનનો છે. આ વિડિયો ઓડિશાનો નથી. ઓડિશાનો હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર અસાની વાવાઝોડા દરમિયાન ઓડિશાનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False