શું ખરેખર જૂનાગઢમાં પડેલા ધોધમાર વરસાદ બાદનો આ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ્રના જામનગર અને રાજકોટમાં વરસાદે તારાજી સર્જી છે. અનેક લોકોના રેસક્ર્યુ પણ કરવામાં આવ્યા હતા. આ સાથે જૂનાગડ પંથકમાં પણ સારો એવો વરસાદ વરસ્યો હતો. આ વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં પહાડો માંથી ધોધ પડતા જોઈ શકાય છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જૂનાગઢમાં પડેલા ધોધમાર વરસાદ બાદ ગિરનાર પર્વત માંથી પડતા પાણીના ધોધનો આ વિડિયો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જૂનાગઢના ગિરનારનો નહિં પરંતુ ગોવાના દૂધસાગર ધોધનો છે. જૂનાગઢનો હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

કલરવ મીઠીવાણી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 સપ્ટેમ્બર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જૂનાગઢમાં પડેલા ધોધમાર વરસાદ બાદ ગિરનાર પર્વત માંથી પડતા પાણીના ધોધનો આ વિડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને વાયરલ વિડિયોનો ઓરિજનલ અને લાંબો વિડિયો પ્રાપ્ત થયો હતો. જે સપ્ટેમ્બર 2019ના યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, આ વિડિયો ગોઆવા દૂધ સાગર વોટર ફોલનો વિડિયો છે. આ વિડિયો તમે નીચે જોઈ શકો છો.

તેમજ ગૂગલ પર આ અંગે વધુ સર્ચ કરતા અમને saffron-dreams દ્વારા પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં ભારતમાં આવેલા પ્રખ્યાત ધોધ વિશેની માહિતી આપવામાં આવી હતી. જેમાં પણ આ વિડિયોમાં જોવા મળતા દ્રશ્યોનો ફોટો પણ મુકવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, આ ફોટો ગોવામાં આવેલા દૂધસાગર વોટરફોલનો છે. આ ફોટો તમે નીચે જોઈ શકો છો.

saffron-dreams | Archive

તેમજ પ્રખ્યાત ન્યુઝ વેબસાઈટ ધ હિન્દુ દ્વારા પણ તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી આ વર્ષનો દૂધસાગર ધોધનો વિડિયો શેર કરવામાં આવ્યો હતો. જે પોસ્ટ સાથે વાયરલ વિડિયો સમાન જ છે. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

તેમજ ગોવા ટુરિઝમની વેબસાઈટ પર પણ દૂધસાગર ધોધની માહિતી અને ફોટો શેર કરવામાં આવી છે. જે વાયરલ વિડિયો સાથે મળતી આવે છે. 

તેમજ અમારી પડતાલને મજબૂત કરવા અમે જૂનાગઢમાં રહેતા ગિરનાર અંગે વિશેષ જ્ઞાન ધરાવતા ઉમંગ મારૂ જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “ગિરનાર પર્વતની પરિમાળામાં આ પ્રકારે કોઈ ધોધ આવેલો નથી. આ વિડિયો ગિરનારનો હોવાની વાત તદ્દન ખોટી છે. લોકોએ ભ્રામક્તાથી દૂર રહેવું જોઈએ.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જૂનાગઢના ગિરનારનો નહિં પરંતુ ગોવાના દૂધસાગર ધોધનો છે. જૂનાગઢનો હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર જૂનાગઢમાં પડેલા ધોધમાર વરસાદ બાદનો આ વિડિયો છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False