શું ખરેખર પાકિસ્તાનમાં હિંગળાજ માતાજીની આરતીનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ હાથમાં આરતી લઈ અને અગ્નિ પર ચાલી રહ્યો હોવાનું દેખાઈ રહ્યુ છે. આ સાથે માહિતી આપવામાં આવી રહી છે કે, આ વિડિયો પાકિસ્તાનમાં હિંગળાજ માતાજીની આરતીનો વિડિયો છે. નવરાત્રીના સમયમાં સોશિયલ મિડિયામાં 1.38 મિનિટનો આ વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.  

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, “આ પાકિસ્તાનનો નહિં પરંતુ રાજસ્થાનના બિકાનેરનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સુપર સ્ટાર નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 21 ઓક્ટોબર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પાકિસ્તાનમાં હિંગળાજ માતાજીની આરતીનો આ વિડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને યુટ્યુબ યુઝર પ્રકાશ નાથ શાસ્ત્રીની યુટ્યુબ ચેનલ પર આ વિડિયો તારીખ 16 ઓક્ટોબર 2018ના અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “આ આરતી રાજસ્થાનના બિકાનેરમાં જસનાથ કતરિયાસરમાં કરવામાં આવી હતી.” જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

જે માહિતીનો આધાર લઈ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ત્યાની સ્થાનિક મિડિયા અભયઈન્ડિયાનો વર્ષ 2018નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ આરતી કરનાર વ્યક્તિનો ફોટો પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યુ હતુ કે, બિકાનેરમાં આ પરંપરા છેલ્લા 550 વર્ષથી નિભાવવામાં આવી રહ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો.

અભયઈન્ડિયા.કોમ | સંગ્રહ

આ સિવાય પણ આ જ પ્રકારે જસનાથ સંપ્રદાય દ્વારા કરવામાં આવતીના વિડિયો ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે. જેમાંના અમુક વિડિયો(વિડિયોનં.1, વિડિયોનં.2) તમે લિંક પર ક્લિક કરી જોઈ શકો છો.  

તેમજ ઝીન્યુઝ દ્વારા આ અંગેની માહિતી આપતો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો પાકિસ્તાનમાં હિંગળાજ માતાજીની આરતીનો નહિં પરંતુ રાજસ્થાનના બિકાનેરમાં જસનાથ સંપ્રદાય દ્વારા વર્ષ 2018માં કરવામાં આવેલા અગ્નિ નૃત્યનો છે. 

Avatar

Title:શું ખરેખર પાકિસ્તાનમાં હિંગળાજ માતાજીની આરતીનો વિડિયો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •