જાણો બિહારમાં દરેક ઘરમાં એક સરકારી નોકરી આપવાનું કહી રહેલા અમિત શાહના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના નિવેદનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમિત શાહ એવું કહી રહ્યા છે કે, બિહારમાં દરેક ઘરમાં એક સરકારી નોકરી આપવામાં આવશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અમિત શાહના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો અધૂરો વીડિયો છે. વાસ્તવિક વીડિયોમાં અમિત શાહ બિહારમાં લાલુપ્રસાદ યાદવના દીકરા તેજસ્વીએ કરેલા વાયદા પર કટાક્ષ કરી રહ્યા હતા. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 29 ઓક્ટોબર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, Amit Shah નો બિહાર ને વાયદો 😁😁😁😁😁 ઇધર સે આલુ ડાલો દૂસરી ઓર સે સોના નિકલે ગા 😁😁😁. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અમિત શાહ એવું કહી રહ્યા છે કે, બિહારમાં દરેક ઘરમાં એક સરકારી નોકરી આપવામાં આવશે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો અમિત શાહના સત્તાવાર યુટ્યુબ પર 17 ઓક્ટોબર, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો બિહારના પટના ખાતે બુદ્ધિજીવી સંમેલનમાં ગૃહમંત્રી અમિત શાહે લોકોને સંબોધિત કર્યા હતા તેનો છે. 

ઉપરોક્ત વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, વીડિયોમાં તમે 33.55 મિનિટે વાયરલ ક્લિપ જોઈ શકો છો. આ સમયે અમિત શાહ લાલુપ્રસાદ યાદવના દીકરા તેજસ્વી યાદવના નિવેદન પર પ્રહાર કરતાં એવું કહી રહ્યા છે કે, “अभी में तो मुजे तो बडी हसी आइ मुजे लगा की ये AI जनरेटेड वीडियो होगा फिर मैंने जांच करा तो लालुजी के बेटे सच में बोले है एसा, उन्होंने कहा हर घर में एक सरकारी नौकरी दे देंगे।”

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ થાય છે કે, બિહારમાં દરેક ઘરમાં એક સરકારી નોકરી આપવાનો વાયદો અમિત શાહે નહીં પરંતુ તેજસ્વી યાદવે કર્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અમિત શાહના નિવેદનનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો અધૂરો વીડિયો છે. વાસ્તવિક વીડિયોમાં અમિત શાહ બિહારમાં લાલુપ્રસાદ યાદવના દીકરા તેજસ્વીએ કરેલા વાયદા પર કટાક્ષ કરી રહ્યા હતા. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો બિહારમાં દરેક ઘરમાં એક સરકારી નોકરી આપવાનું કહી રહેલા અમિત શાહના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False