વાયરલ વીડિયો ક્લિપમાં દેખાતા પુરૂષ અને મહિલા વચ્ચેનો સંબંધ પિતા-પુત્રીનો નથી અને મહિલા તેના પતિની ચોથી પત્ની છે અને તેની પુત્રી નથી.

સોશિયલ મીડિયા પર એક મહિલા અને પુરૂષનો ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે એક પાકિસ્તાની કપલની તસવીર છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, પતિએ તેની જ પુત્રી સાથે લગ્ન કર્યા હોવાનો પોઝ આપી રહ્યા છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ (Archive) કપલના નિવેદનની ટૂંકી વીડિયો ક્લિપ પણ શેર કરી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Sandesh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 09 જૂલાઈ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેની સાથે લખાણ કરવામાં આવ્યુ હતુ કે, “પાકિસ્તાની યુવતીએ પોતાના જ પિતાના સાથે કર્યા લગ્ન, કારણ જાણીને રહી જશો દંગ..જુઓ વીડિયો.” આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પાકિસ્તાનમાં પિતાએ તેની પુત્રી સાથે જ લગ્ન કરી લીધા હતા.”

Facebook | Fb post Archive | Fb Article archive

Facebook | Facebook (Archive) | Facebook | Facebook | Facebook |

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરેલા વીડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ‘Zen Tv vlogs’ નામની યુટ્યુબ ચેનલ દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો.

જે 1 ઓગસ્ટ 2021ના પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જેમાં ઓરિજનલ વીડિયો જોઈ શકાય છે. જેની સાથે માહિતી આપવામાં આવી હતી અને સાંભળી શકાય છે કે, “મેં સાંભળ્યું હતું કે રાબયા નામની દીકરીઓ ચોથી દીકરીઓ છે, એટલે મેં વિચાર્યું કે હું ચોથી દીકરી નથી, હું બીજી દીકરી છું…તેથી મેં કહ્યું ચલો નામનો અર્થ છે. કે જો મારે ચોથા દિવસે ક્યાંક ફિટ થવું હોય તો હું લગ્ન કરી લઉં. હું ચોથી પત્ની બની.

તેમજ વધુ સર્ચ કરતા અમને રાબિયા અમિર ઓફિશિયલ નામના ટ્વિટર પર પ્રકાશિત વીડિયો પ્રાપ્ત થયો હતો. જે વીડિયો 28 મે 2021ના પ્રકાશિત કરવામાં આવ્યો હતો. વાયરલ વીડિયોમાં જે કપલ છે તે આ વીડિયોમાં જોવા મળે છે. જેમાં પતિનું નામ આમિર ખાન અને પત્નીનું નામ રાબિયા લિયાકત છે અને આ વીડિયોમાં તે જણાવે છે કે રાબિયા તેની ચોથી પત્ની છે અને તે પહેલા તેણે ત્રણ પત્નીઓથી છૂટાછેડા લઈ લીધા છે.

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પાકિસ્તાનમાં એક પિતાએ તેની ચોથી પુત્રી સાથે લગ્ન કર્યાનો દાવો ખોટો છે. વાયરલ વીડિયો ક્લિપમાં દેખાતા પુરૂષ અને મહિલા વચ્ચેનો સંબંધ પિતા-પુત્રીનો નથી અને મહિલા તેના પતિની ચોથી પત્ની છે અને તેની પુત્રી નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:પાકિસ્તાનમાં પિતા દ્વારા તેમની પુત્રી સાથે લગ્ન કરવામાં નથી આવ્યા...વાંચો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False