ઈન્દિરા ગાંધી અને કિરણ બેદીનો ફોટો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….
પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો વર્ષ 1975નો છે. રિપ્બલીક ડેનું નેતૃત્વ કર્યા બાદ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા કિરણ બેદીને નાસ્તા પર તેમના નિવાસ સ્થાને બોલાવવામાં આવ્યા હતા ત્યારની ફોટો છે.
સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ડાઈનિંગ ટેબલ પર પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને કિરણ બેદીને બેસેલા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ગાડી ટોઈન કર્યા બાદ ઇન્દિરા ગાંધી કિરણ બેદીને તેમના ઘરે લઈ ગયા હતા ત્યારનો ફોટો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Dhirubhai Virani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 જૂલાઈ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેની સાથે લખાણ કર્યુ હતુ કે, “જ્યારે કિરણ બેદી એ PM ઈન્દિરા ગાંધીની ગાડી ડિટેઈન કરી ત્યારે કિરણ બેદીનું સન્માન અને પ્રમોશન કરી પોતાના ઘરે બોલાવી સાથે બેસી ભોજન લીઘું હતું અને અત્યારે????” આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારતના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ગાડી ટોઈન કર્યા બાદ ઇન્દિરા ગાંધી કિરણ બેદીને તેમના ઘરે લઈ ગયા હતા ત્યારનો ફોટો છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામ પરથી અમને કિરણ બેદી દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી 22 એપ્રિલ 2019ના કિરણ બેદી દ્વારા ખુલાસો આપતુ ટ્વિટ કરવામાં આવ્યુ હતુ. જેમાં તેઓએ જણાવ્યુ હતુ કે, “હું વડાપ્રધાન સાથે મારી નાસ્તાની મીટિંગની ખાતરી આપવાની ફરજ પાડું છું, ઇન્દિરા ગાંધીએ 1975માં રિપબ્લિક ડે પરેડનું નેતૃત્વ કર્યા પછી કર્યું હતું, જ્યારે 1982 માં તેમની કાર છીનવી લેવામાં આવી હતી.”
તેમજ કિરણ બેદી દ્વારા તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી તારીખ 19 નવેમ્બર 2018ના કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, “જાન્યુઆરી 1975માં શ્રીમતી ઇન્દિરા ગાંધી સાથેની આ નાસ્તાની મુલાકાતને યાદ કરીને. આજે તેની જન્મજયંતિ છે. આ દિવસ અને તેની સેવા કરતા વર્ષોની ગમગીન યાદો છે.”
વર્ષ 2017માં પણ 19 નવેમ્બરના કિરણ બેદીએ આ ફોટોને ટ્વિટ કર્યો હતો અને જણાવ્યુ હતુ કે, “તે એક દુર્લભ લહાવો હતો શ્રીમતી ઇન્દિરા ગાંધી. મને તેનો ખૂબ શોખ હતો. મને પણ આઈ.પી.એસ.માં જોડાવા પર ખૂબ ગર્વ હતો. તેણી મને તેના કાર્યોમાં આમંત્રણ આપતી અને આઈપીએસના અધિકારી રેન્કમાં ભારતની પ્રથમ મહિલા તરીકેની રજૂઆત કરતા હતા.. આ તસવીર તેમના નિવાસસ્થાને જાન્યુઆરી 1975 ની છે.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો વર્ષ 1975નો છે. રિપ્બલીક ડેનું નેતૃત્વ કર્યા બાદ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા કિરણ બેદીને નાસ્તા પર તેમના નિવાસ સ્થાને બોલાવવામાં આવ્યા હતા ત્યારની ફોટો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:ઈન્દિરા ગાંધી અને કિરણ બેદીનો ફોટો ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો.... જાણો શું છે સત્ય....
Written By: Frany KariaResult: False