પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ગોધરાકાંડના આરોપીનો નહિં પરંતુ સરકારી વકિલ આરકે કોડેકરનો છે. રફિક હુશૈન ભટૂકનો હોવાની વાત તદ્દન ખોટી છે.

હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં લખવામાં આવ્યુ છે કે, “यह है रफीक हुसैन भटूक जिसने साबरमती ट्रेन को जलाने के लिए पेट्रोल की व्यवस्था की थी और 14 साल तक फरार रहा। गोधरा स्टेशन पर सादे कपड़े में पुलिस ने उसे गिरफ्तार कर लिया गया और इसे आजीवन कारावास की सजा सुना दी गई। क्या किसी पत्रकार ने यह न्यूज दिखाई ?” આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ગોધરાકાંડના મુખ્ય આરોપી રફીક હુશૈન ભટૂકનો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Adv Mukesh Thakkar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 05 ઓક્ટોબર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ગોધરાકાંડના મુખ્ય આરોપી રફીક હુશૈન ભટૂકનો છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ANI Bharat દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર 3 જૂલાઈ 2022ના પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં વાયરલ ફોટોમાંના વ્યક્તિને જોઈ શકાય છે. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, વીડિયોમાં જોવા મળતી વ્યક્તિ સ્પેશિયલ સરકારી વકીલ છે. જેમનું નામ આરસી કોડેકર છે. જે ગોધરાકાંડના આરોપી રફિક હુશૈન ભટૂકને ગોધરા સેસન્સ કોર્ટ દ્વારા ઉમરકેદની સજા સંભળાવવામાં આવી તે ચુકાદા વિશે માહિતી આપી રહ્યા છે. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ તેમના પુત્ર અને ગુજરાત હાઈકોર્ટના વકીલ નચિકેત આર કોડેકર દ્વારા તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી આ ફોટો અંગે સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યુ હતુ કે, “આ ફોટો શ્રી આર.સી.કોડેકર પબ્લિક પ્રોસીક્યુટર ગુજરાત હાઈકોર્ટનો છે, તેમની દલીલ પર ગોધરાની સેશન્સ કોર્ટે આરોપી રફીક ભટુકને આજીવન કેદની સજા ફટકારી છે.

Archive

આમ અમારી પડતાલમાં સાબિત થાય છે કે, પોસ્ટ સાથે જે વ્યક્તિનો ફોટો શેર કરવામાં આવ્યો છે તે ગોધરકાંડનો આરોપી રફિક હુશૈન ભટૂક નથી, પરંતુ પબ્લિક પ્રોસીક્યુટર આર.સી.કોડેકર છે. આ બંને વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ગોધરાકાંડના આરોપીનો નહિં પરંતુ સરકારી વકિલ આરકે કોડેકરનો છે. રફિક હુશૈન ભટૂકનો હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: શું ખરેખર ગોધરાકાંડનો મુખ્ય આરોપી રફિક હુશૈન ભટૂક છે.? જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: False