હોમ્યોપેથિક દવા ASPIDOSPERMA-Qથી ઓક્સિજન લેવલ વધશે નહિં…જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

ભારતમાં કોરોનાની બીજી લહેરને કારણે હોસ્પિટલો અને સામાન્ય લોકોએ ઓક્સિજનની ભારે તંગીનો સામનો કરવો પડ્યો છે. હોસ્પિટલોમાં ઓક્સિજનના અભાવને લીધે, ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે છે ત્યારે દર્દીઓને કૃત્રિમ રીતે ઓક્સિજનની તાત્કાલિક જરૂર પડી રહી છે. આવી સ્થિતિમાં હોમિયોપેથીક દવા ASPIDOSPERMA-Qની તસવીર સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. જેની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ASPIDOSPERMA-Q દવાના 20 ટીપાને એક કપ પાણીમાં લેવાથી, ઓક્સિજનનું સ્તર તરત જ જાળવવામાં આવશે, જે હંમેશા રહેશે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે ASPIDOSPERMA-Q દવાને લઈ કરવામાં આવેલા દાવા ભ્રામક છે. આ દવા થોડા સમય માટે શરીરમાં ઓક્સિજન સ્તરમાં વધારો કરી શકે છે, પરંતુ કાયમ સ્થિર રાખી શકે નહિં. ASPIDOSPERMA-Q કોરોનાની સારવારમાં મદદ કરતું નથી. હોમ્યોપેથિક ડોક્ટરની સલાહ લીધા વિના આ દવા લેવી જોઈએ નહિં.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Bharat Vajashi Vagh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 28 એપ્રિલ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ASPIDOSPERMA-Q દવાના 20 ટીપાને એક કપ પાણીમાં લેવાથી, ઓક્સિજનનું સ્તર તરત જ જાળવવામાં આવશે, જે હંમેશા રહેશે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે આ માટે અમદાવાદના રાધે ક્રિષ્ના હોમિયોપેથિક હોસ્પિટલના ડો. ભાવેશનો સંપર્ક સાધ્યો હતો. 

તેમણે અમને જણાવ્યુ હતુ કે, “CCRH (સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી) એ માર્ગદર્શિકા જારી કરી છે કે કોરોના દર્દીઓએ ડોકટરની સલાહ લીધા વિના કોઈ હોમિયોપેથીક દવા ન લેવી જોઈએ. જો કોઈને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે, તેને દમ છે, તો તેને આ દવાથી થોડા સમય માટે રાહત મળશે. પરંતુ આ કોરોનાના લક્ષણોમાં કોઈ રાહત આપશે નહીં. જો આ કરતા ફક્ત ઓક્સિજનનું સ્તર થોડું ઓછું હોય, તો તેનો ઉપચાર થઈ શકે છે. ઓક્સિજનનું સ્તર જાળવવાનાં નામે આજકાલ ઘણી અન્ય હોમિયોપેથીક દવાઓના નામ વાયરલ થયા છે. પરંતુ ડોક્ટરની સલાહ લીધા વિના કોઈ પણ દવા ન લો.” 

સેન્ટ્રલ કાંઉસિલ ફોર રીસર્ચ ઈન હોમ્યોપેથીની પુરી ગાઈડલાઈન્સ તમે નીચે વાંચી શકો છો. 

CCRH-Revised-Guidelines-for-Homeopathy-Practitioners-for-Home-Isolated-COVID-19-patient-f

તેમજ હેલ્થ ડેસ્કના અહેવાલ મુજબ, ASPIDOSPERMA-Q તરત જ ઓક્સિજનના સ્તરમાં સુધારો કરી શકે છે તે અપૂરતા પુરાવા છે. સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી (સીસીઆરએચ), ayush.gov પર આધારીત સ્વતંત્ર સંસ્થા, હોમિયોપેથી પ્રેક્ટિશનરો માટે કોરોના દર્દીઓની સારવાર માટે માર્ગદર્શિકા જારી કરી છે. આજની તારીખમાં  ASPIDOSPERMA-Qના ઉપયોગની કોઈ જાણ કરવામાં આવતી નથી.

હેલ્થ ડેસ્ક | સંગ્રહ 

તેમજ મિનિસ્ટ્રી ઓફ આયુષ દ્વારા પણ ASPIDOSPERMA-Q અંગે સોશિયલ મિડિયામાં કરવામાં આવતા દાવાઓને નકારી કાઢવામાં આવ્યા હતા અને ઓફિશિયલ ટ્વિટર પરથી ટ્વિટ કરી અને આ અંગે માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

Archive

તેમજ પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા પણ આ દવા અંગે કરવામાં આવતા સોશિયલ મિડિયાના તમામ દાવાઓને નકારી કાઢ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો. 

Archive

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે ASPIDOSPERMA-Q દવાને લઈ કરવામાં આવેલા દાવા ભ્રામક છે. આ દવા થોડા સમય માટે શરીરમાં ઓક્સિજન સ્તરમાં વધારો કરી શકે છે, પરંતુ કાયમ સ્થિર રાખી શકે નહિં. ASPIDOSPERMA-Q કોરોનાની સારવારમાં મદદ કરતું નથી. હોમ્યોપેથિક ડોક્ટરની સલાહ લીધા વિના આ દવા લેવી જોઈએ નહિં.

Avatar

Title:હોમ્યોપેથિક દવા ASPIDOSPERMA-Qથી ઓક્સિજન લેવલ વધશે નહિં…

Fact Check By: Yogesh Karia 

Result: False