બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈ સમગ્ર દેશનું રાજકારણ ગરમાયુ છે ત્યારે તારીખ 7 નવેમ્બરના બિહારમાં છેલ્લા ચરણનું મતદાન થયુ હતુ. ત્યારે આ ગરમા-ગરમી વચ્ચે સોશિયલ મિડિયામાં પણ ઘણી સાચી અને ઘણી ખોટી માહિતીઓ શેર કરવામાં આવી રહી છે. હાલ એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેની સાથે એબીપી ન્યુઝ ચેનલનો સ્ક્રિન શોટ વાયરલ થઈ રહ્યો છે. અને જણાવવામાં આવી રહ્યુ છે કે “એક્ઝિટ પોલમાં તેજસ્વી યાદવની પાર્ટીને બહુમત મળ્યો છે. અને તેજસ્વી યાદવ મુખ્યમંત્રી બનશે તે નિશ્ચિત છે.”

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ પોસ્ટ 6 નવેમ્બરના શેર કરવામાં આવી હતી. જ્યારે અંતિમ ચરણનું મતદાન 7 નવેમ્બરના હતુ. જ્યાં સુધી સંપૂર્ણ મતદાન ન થાય ત્યા સુધી એક્ઝિટ પોલ ન આવી શકે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Salim chaudhari નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 06 નવેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “એક્ઝિટ પોલમાં તેજસ્વી યાદવની પાર્ટીને બહુમત મળ્યો છે. અને તેજસ્વી યાદવ મુખ્યમંત્રી બનશે તે નિશ્ચિત છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ તો બિહારમાં ત્રણ ચરણમાં મતદાન કરવામાં આવ્યુ હતુ. જેમાં અંતિમ ચરણનું મતદાન 7 નવેમ્બરના રોજ કરવામાં આવ્યુ હતુ.

હવે આ ફેસબુક પોસ્ટ તારીખ 6 નવેમ્બર 2020ના શેર કરવામાં આવી હતી. જ્યાં સુધી સંપૂર્ણ મતદાન ન થાય ત્યા સુધી એક્ઝિટ પોલ કોઈ આપી ન શકે. તેમજ ચુંટણી આયોગ દ્વારા બિહાર વિધાનસભાની 2020ની ચૂંટણીને લખઈ દિશા નિર્દેશો જાહેર કર્યા હતા.

જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “28 ઓક્ટોબર 2020ના સવારના સાત વાગ્યાથી લઈ 7 નવેમ્બર 2020ના સાંજના 6.30 વાગ્યા સુધી એક્ઝિટ પોલના પરિણામો છાપવા અને પ્રસારિત કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.” જે તમે નીચે વાંચી શકો છો.

ECI NOTIFICATION

ત્યારબાદ અમારી પડતાલને વધૂ મજબૂત કરવા અમે એબીપી ન્યુઝનો સંપર્ક સાધ્યો હતો. ત્યાના જવાબદાર અધિકારીએ અમને જણાવ્યુ હતુ કે, આ ન્યુઝ પ્લેટના ફોન્ટ તેમની ન્યુઝ ચેનલના નથી, ખોટા દાવા સાથે અને ખોટી માહિતી તેમના નામે ફેલાવવામાં આવી રહી છે.

જો કે, 7 નવેમ્બર 2020ના બહાર આવેલા એક્ઝિટ પોલમાં મહાગઠબંધનને પૂર્ણ બહુમત મળી રહ્યા હોવાનું તમામ મિડિયા દ્વારા બતાવવામાં આવ્યુ હતુ. ઝીન્યુઝ, આજતક, ટાઈમ્સ નાઉ ન્યુઝ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, એનડીટીવી, સહિતના મિડિયા હાઉસ મુજબ મહાગઠબંધનને પૂર્ણ બહુમત મળી રહ્યા છે.

જ્યારે એબીપી ન્યુઝના એક્ઝિટ પોલ મુજબ એનડીએ અને મહાગઠબંધન વચ્ચે ખૂબ જ કાંટાની ટક્કર થશે તેવું જણાવવામાં આવ્યુ હતુ.

પરિણામ

આમ. અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ પોસ્ટ 6 નવેમ્બરના શેર કરવામાં આવી હતી. જ્યારે અંતિમ ચરણનું મતદાન 7 નવેમ્બરના હતુ. જ્યાં સુધી સંપૂર્ણ મતદાન ન થાય ત્યા સુધી એક્ઝિટ પોલ ન આવી શકે.

Avatar

Title:શું ખરેખર અંતિમ ચરણના મતદાન પહેલા જ એક્ઝિટ પોલમાં તેજસ્વી યાદવની પાર્ટીને બહુમત મળ્યો છે...? જાણો શું છે સત્ય..

Fact Check By: Yogesh Karia

Result: False