શું ખરેખર સરકાર દ્વારા પીયુસીના દંડમાં વધારો કરી અને 10 હજાર કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

વાહનોના નિયમોને લઈ સોશિયલ મિડિયામાં ઘણા મેસેજ વાયરલ થતા હોય છે. જેમાં હાલ એક મેસેજ સરકારને ટાંકીને શેર કરવામાં આવી રહ્યો છે. આ મેસેજમાં પીયુસીના દંડને લઈ છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સરકાર દ્વારા પીયુસી ના હોય તો તે દંડની રકમના વધારો કરી અને 10 હજાર કરવામાં આવ્યો છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે આપવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. પીયુસી સાથે ન હોય તો પહેલીવાર દંડની રકમ એક હજાર રૂપિયા છે. જ્યારે બીજીવારની દંડની રકમ 2 હજાર રૂપિયા છે. 10 હજાર હોવાની વાત તદ્દન ખોટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Sanjay Gadhia નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 02 ઓગસ્ટ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સરકાર દ્વારા પીયુસી ના હોય તો તે દંડની રકમના વધારો કરી અને 10 હજાર કરવામાં આવ્યો છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને ન્યુઝ 18 ગુજરાતીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “પરિવહન મંત્રાલય દ્વારા પીયુસીને લઇ નવો નિયમ લાવવામાં આવી રહ્યો છે. જેમાં આરસી સસ્પેન્ડ કરવામાં આવશે.” પરંતુ ક્યાય પણ 10 હજારના દંડનો નિયમ લાગુ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યુ ન હતુ.

ન્યુઝ18 | સંગ્રહ

ત્યારબાદ અમે ગુજરાતના વાહનવ્યવહાર કમિશ્નરની વેબસાઇટની મુલાકાત લીધી હતી. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “પીયુસી સર્ટીફીકેટ ન હોય તેવા વાહનો સામે મોટર વાહન અધિનિયમની કલમ 190(2) અંતર્ગત કાર્યવાહી થશે. પેનલ્ટી રૂ 1000/-   પ્રથમવારના ગુના માટે અને ત્યાર બાદ રૂ 2000/- નિયમ તોડવાના પ્રત્યેક બનાવદીઠ ભરવાના રહેશે.” જે તમે નીચે જોઈ શકો છો.

વેબસાઈટ 

ત્યારબાદ અમે એઆરટીઓ જાખરાનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “પીયુસીનો દંડ પહેલીવારમાં એક હજાર રૂપિયા છે. અને બીજીવારના ગુનાનો 2000 રૂપિયા છે. 10 હજાર કરવામાં આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં ગુજરાતમાં આ પ્રકારે કોઈ નિયમ લાગુ કરવામાં આવ્યો નથી.” 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે આપવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. પીયુસી સાથે ન હોય તો પહેલીવાર દંડની રકમ એક હજાર રૂપિયા છે. જ્યારે બીજીવારની દંડની રકમ 2 હજાર રૂપિયા છે. 10 હજાર હોવાની વાત તદ્દન ખોટી છે.

Avatar

Title:શું ખરેખર સરકાર દ્વારા પીયુસીના દંડમાં વધારો કરી અને 10 હજાર કરવામાં આવ્યો…?

Fact Check By: Yogesh Karia 

Result: False