શું ખરેખર દાહોદ રેલવે સ્ટેશન પરથી 2 આતંકવાદી પકડાયા…? જાણો શું છે સત્ય….

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દાહોદ રેલવે સ્ટેશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દાહોદ રેલવે સ્ટેશન પરથી 2 આતંકવાદી પકડાયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દાહોદ રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ દ્વારા કરવામાં આવેલી મોકડ્રીલનો છે. આ વીડિયોને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

DTV News DAHOD નામના ફેસબુક પેજ દ્વારા 1 એપ્રિલ, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, દાહોદના રેલ્વે સ્ટેશનમાં ભરાઈ ગયા 2 આંતકવાદીઓ પછી રેલ્વે પોલીસે એમને કેવી રીતે ચાલકીથી દબોચી લીધા જુઓ સમગ્ર મામલો. 🧑🏻‍💻 Twitter:- #dtvnewsdahod #dtvnewsdahod #dahodcity #terrorist. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દાહોદ રેલવે સ્ટેશન પરથી 2 આતંકવાદી પકડાયા તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive | Video Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને public.app નામની વેબસાઈટ પર પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર પ્રાપ્ત થયા હતા. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, દાહોદ રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ દ્વારા એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું તેનો આ વીડિયો છે.

screenshot-public.app-2021.04.01-18_51_15.png

Archive

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે દાહોદ ખાતે સંદેશ ન્યૂઝ ચેનલના પત્રકાર હેમલભાઈનો સંપર્ક કરતાં તેઓએ અમને જમાવ્યું હતું કે, “દાહોદ રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ દ્વારા કરવામાં આવેલી મોકડ્રીલનો આ વીડિયો છે. હકીકતમાં કોઈ જ આતંકવાદી પકડાયા નથી. લોકોએ આવી ખોટી અફવાઓથી દૂર રહેવું જોઈએ.”

વધુમાં તેઓએ અમને આ મોકડ્રીલના અન્ય વીડિયો પણ મોકલી આપ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ત્યાર બાદ અમે દાહોદ રેલવે સ્ટેશન પર રેલવે પોલીસનો સંપર્ક કરતાં ફરજ પરના અધિકારી દ્વારા પણ આ વીડિયો એક મોકડ્રીલનો હોવાનું અમને જણાવવામાં આવ્યું હતું.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દાહોદ રેલવે સ્ટેશન પર રેલવે પોલીસ દ્વારા કરવામાં આવેલી મોકડ્રીલનો છે જેને હકીકત સાથે કોઈ જ સંબંધ નથી.

Avatar

Title:શું ખરેખર દાહોદ રેલવે સ્ટેશન પરથી 2 આતંકવાદી પકડાયા…?

Fact Check By: Vikas Vyas 

Result: False