
Lucky Vaghela નામના ફેસબુક યુઝર દ્વારા 29 એપ્રિલ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, પોરબંદરના વિસાવાડા ગામના યુવાન રાજુભાઇ કેશવાલાયે દાવો કર્યો કે કોરોનાની દવા મે ગોતી લીધી છે પણ મારી શરતો સરકાર પહેલા સ્વીકારવા તૈયાર થાય તો બતાવીશ shere kare bhai log. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોરબંદરના વિસાવાડા ગામના યુવક રાજુભાઈ કેશવાલાએ કોરોના વાયરસની દવા શોધી કાઢી છે. આ પોસ્ટને 2 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. એક વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 10 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોરબંદરના વિસાવાડા ગામના યુવક રાજુભાઈ કેશવાલાએ કોરોના વાયરસની દવા શોધી કાઢી છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડ સાથે સર્ચ કરતાં અમને gujarati.news18.com દ્વારા 29 એપ્રિલ,2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, પોરબંદરના વિસાવાડાના રાજુભાઈ કેશલાલા નામના યુવકે એક વાયરલ વીડિયો બનાવી લોકોને ગેરમાર્ગે દોરવા બદલ પોલીસે તેની ધરપકડ કરી છે. હકિકતમાં રાજુએ એક વીડિયો તૈયાર કરી પોતાની પાસે કોરોનાની દવા હોવાનો દાવો કર્યો હતો અને આ દવા તે સરકારને આપવાનો દાવો કરી રહ્યો હતો. તેણે કહ્યું હતું કે સરકાર મારી શરત માને તો દેશને અને વિદેશને આ દવા આપીશ. આ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. iamgujarat.com | gujaratsamachar.com | atthistime.in
અમારી વધુ તપાસમાં અમને 29 એપ્રિલ, 2020 ના રોજ SP Porbandar દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ પણ પ્રાપ્ત થઈ હતી. જેમાં પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા 28 એપ્રિલ, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલી એક પ્રેસનોટ પ્રાપ્ત થઈ હતી. તેમાં પણ 5 મા નંબરના મુદ્દામાં પોરબંદરના યુવક રાજુ દ્વારા કોરનાની દવા શોધી હોવાનો વીડિયો વાયરલ કરી લોકોને ગેરમાર્ગે દોરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં પોરબંદરના યુવક રાજુ કેશવાલા દ્વારા કોરોના વાયરસની દવા શોધી હોવાની માહિતી આપવામાં આવી હતી એ તદ્દન ખોટી છે. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે તેમજ લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ વીડિયોને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં પોરબંદરના યુવક રાજુ કેશવાલા દ્વારા કોરોના વાયરસની દવા શોધી હોવાની માહિતી આપવામાં આવી હતી એ તદ્દન ખોટી છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર પોરબંદરના યુવકે કોરોના વાયરસની દવા શોધી કાઢી…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
