હાલ સમગ્ર દેશમાં જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. ત્યારે સોશિયલ મિડિયામાં અમુક ભ્રામક્તા ફેલાવતી પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે. આ વચ્ચે હાલ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં “ઈન્ડિયન ઓઈલ – અદાણી ગેસ” લખેલુ એક પેટ્રોલ સ્ટેશન જોવા મળી રહ્યુ છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઈન્ડિયન ઓઈલ કંપની પણ સરકાર દ્વારા વહેચી દેવામાં આવી.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ઈન્ડિયન ઓઇલ-અદાણી ગેસ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કોંગ્રેસ સરકાર (વર્ષ 2013)ના સમયમાં જ કરવામાં આવી હતી. 50-50 સંયુક્ત સાહસ ભાગીદારી તરીકે સરળતાથી કરવામાં આવી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Hitesh Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ફેબ્રુઆરી 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઈન્ડિયન ઓઈલ કંપની પણ સરકાર દ્વારા વહેચી દેવામાં આવી.”

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને કોઈ વિશ્વસનીય માહિતી પ્રાપ્ત થઈ ન હતી કે, ઈન્ડિયન ઓઈલને અદાણી દ્વારા ખરીદવામાં આવી.

ત્યારબાદ અમે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (આઈઓસીએલ)ની વેબસાઇટની મુલાકાત લીધી હતી. જેમાં બતાવ્યું હતુ કે, આઇઓસીએલ અદાણી ગેસ લિમિટેડ સાથે સંયુક્ત સાહસ પર કામ કરી રહ્યું છે. ઇન્ડિયન ઓઇલ લ્યુબ્રિસલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને આઈસીઆઈસીઆઈ બેંક લિમિટેડ જેવી ઘણી અન્ય ખાનગી કંપનીઓ સાથેના કેટલાક સંયુક્ત સાહસોનો એક ભાગ છે.

ત્યાર બાદ, અમે ઇન્ડિયન ઓઇલ-અદાણી ગેસની વેબસાઇટ પર ગયા, જેમાં આપેલી માહિતી મુજબ, "ઇન્ડિયન ઓઇલ-અદાણી ગેસ પ્રાઇવેટ લિમિટેડ (આઇઓએજીપીએલ) એ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (આઈઓસી) ની સંયુક્ત સાહસ કંપની છે. ભારત સરકારની એક મહારત્ન કંપની અને અદાણઈ ગેસ લિમિટેડ (AGL), જે શહેરની પ્રમુખ ગેસ વિતરણ કંપની અને અદાણી ગ્રુપનો ભાગ છે.

જ્યારે અમને આ સંયુક્ત સાહસ વિશે વધુ માહિતી મળી ત્યારે અમને ખબર પડી કે ઈન્ડિયન ઓઇલ-અદાણી ગેસ પ્રાઇવેટ લિમિટેડ (આઈઓએજીપીએલ) ની સ્થાપના 8 ઓક્ટોબર 2013ના રોજ કોંગ્રેસની સરકારના સમયે થઈ હતી.

ARCHIVE

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (આઈઓસીએલ) અને અદાણી ગેસ લિમિટેડ (એજીએલ) વચ્ચેનું સંયુક્ત સાહસ શહેર ગેસ વિતરણના વ્યવસાયમાં રોકાયેલ છે. અદાણી ગેસ લિમિટેડ વર્ષ 2013માં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સાથે 50-50 સંયુક્ત સાહસ ભાગીદારી કરી હતી. 2019-20ની બેલેન્સશીટ મુજબ, આઇઓસીએલ અને અદાણી ગેસ લિમિટેડ વચ્ચે 50-50 ઇક્વિટી શેર વહેંચવામાં આવ્યા હતા.

ફેક્ટ ક્રેસન્ડોએ ઇન્ડિયન ઓઇલ-અદાણી ગેસ કંપનીનો સંપર્ક સાધ્યો હતો જેણે અમને કહ્યું હતું કે “સોશ્યલ મિડિયા પર વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા ખોટા છે, ઇન્ડિયન ઓઇલ અને અદાણી ગેસ એક સંયુક્ત સાહસ કંપની છે જેણે 6 વર્ષથી વધુનો સમય પસાર કર્યો છે. તેમાં કહેવું ખોટું છે કે અદાણી જૂથે ઇન્ડિયન ઓઇલ ખરીદી લીધી છે. આ વિશેની માહિતી વેબસાઇટ પર ઉપલબ્ધ છે."

તેમજ પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા પણ આ અંગે તેમના ઓફિશિયલ ટ્વિટર પર એકાઉન્ટ પરથી ટ્વિટ કરી જણાવવામાં આવ્યુ હતુ કે, ઈન્ડિયન ઓઈલને ખાનગી કંપનીને વહેચી દેવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ઈન્ડિયન ઓઇલ-અદાણી ગેસ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કોંગ્રેસ સરકારના (વર્ષ 2013) સમયમાં જ કરવામાં આવી હતી. 50-50 સંયુક્ત સાહસ ભાગીદારી તરીકે સરળતાથી કરવામાં આવી હતી.

Avatar

Title:શું ખરેખર સરકાર દ્વારા ઈન્ડિયન ઓઈલ કંપની વહેચી દેવામાં આવી....?

Fact Check By: Yogesh Karia

Result: False