શું ખરેખર નરેન્દ્ર મોદી દ્વારા બીચ પર જાતે કચરો નાંખીને વીણવાનું નાટક કરવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Nilesh Patel  નામના ફેસબુક યુઝર દ્વારા 4 ઓક્ટોમ્બર,2019   ના રોજ Hardik Patel Fans Club નામના પેજ પર એક વીડિયો પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ કચરો સાફ કરે છે,?કે પછી કચરો વેરે છે,? આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પ્રધાનમંત્રી મોદી દ્વારા તાજેતરમાં મહાબલિપુરમના બીચ પર કચરો વીણવામાં આવ્યો હતો. જેને પહેલેથી જ તેમના દ્વારા ત્યાં રાખવામાં આવ્યો હતો અને ત્યાર બાદ કચરો ઉઠાવવાનું નાટક કરવામાં આવ્યું હતું. તેનો આ વીડિયો છે. આ પોસ્ટને 155 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 20 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 54 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.10.16-02_06_38.png

Facebook Post | Archive | Video Archive

સંશોધન

પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોની સત્યતા તપાસવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ Modi Cleaning Beach સર્ચ કરતાં અમને મળેલા પરિણામોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર 12 ઓક્ટોમ્બર, 2019 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં એવું લખેલું હતું કે, તેમણે સવારે મહાબલિપુરમના દરિયાકિનારે સફાઈ કરવામાં અડધો કલાક વિતાવ્યો હતો. તેમણે પ્લાસ્ટિક કચરો એકત્રિત કરીને હોટેલના કર્મચારીઓને સોંપ્યો હતો. અમારી એ જવાબદારી બને છે કે સાર્વજનિક સ્થળોને ખરાબ ન કરીએ, આ સાથે આપણે સૌએ સ્વસ્થ રહેવાનો પ્રયાસ પણ કરવો જોઈએ. ટ્વિટર પર કરવામાં આવેલી આ વીડિયો પોસ્ટ તમે નીચે જોઈ શકો છો.

Archive

આ ઉપરાંત ઘણા બધા મીડિયા હાઉસ દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

BBC News GujaratiABP NEWS
ArchiveArchive

મહાબલિપુરમ બીચના 3 મિનિટના વીડિયોમાં પ્રધાનમંત્રી મોદી પગમાં ચપ્પલ પહેર્યા વગર બીચ પરથી પ્લાસ્ટિક કચરો વીણીને એખ પ્લાસ્ટિકની થેલીમાં એકઠો કરે છે. આ બેગને તેઓ ખભા પર ટીંગાળીને પછી હોટેલના કર્મચારીને આપતા દ્રશ્યમાન થાય છે. જે તમે વીડિયોમાં જોઈ શકો છો. 

પરંતુ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો આ વીડિયોથી એકદમ ઉલટો છે જેમાં પ્રધાનમંત્રી મોદી દ્વારા પ્લાસ્ટિકની બેગમાંથી પ્લાસ્ટિક કચરો દરિયાકિનારે ફેંકવામાં આવે છે ત્યાર બાદ તેને ઉઠાવવાનું નાટક કરવાનો દાવો કરવામાં આવ્યો છે પરંતુ આ વીડિયોનું સત્ય બીજુ જ હતું.

પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોની જ્યારે અમે સાચા વીડિયો સાથે સરખામણી કરી ત્યારે અમને એ જાણવા મળ્યું કે, જે ક્લિપ વાયરલ થઈ રહી છે તે ઓરિજીનલ વીડિયોને રિવર્સ કરીને બનાવવામાં આવી છે. ઓરિજીનલ વીડિયોમાં પ્રધાનમંત્રી મોદી બીચ પરથી પ્લાસ્ટિક કચરો એકત્ર કરીને પ્લાસ્ટિક બેગમાં ભરીને હોટેલ કર્મચારીને સોંપતા નજરે પડે છે. જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં તે ઉલટું દર્શાવવામાં આવ્યું છે જેમાં મોદી હોટેલ કર્મચારી પાસેથી પ્લાસ્ટિક કચરો ભરેલી બેગ લે છે અને પ્લાસ્ટિક કચરો દરિયાકિનારે થોડા થોડા અંતરે મૂકે છે. આ ઉપરાંત તમે એ પણ જોઈ શકો છો કે ઓરિજીનલ વીડિયો 3 મિનિટનો છે જ્યારે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ફક્ત 40 સેકન્ડનો છે. જેની સરખામણી તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ઓરિજીનલ વીડિયોને એડિટ કરીને રિવર્સ ઈફેક્ટ દ્વારા બનાવવામાં આવ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો  વીડિયો ઓરિજીનલ વીડિયોને એડિટ કરીને રિવર્સ ઈફેક્ટ દ્વારા બનાવવામાં આવ્યો છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર નરેન્દ્ર મોદી દ્વારા બીચ પર જાતે કચરો નાંખીને વીણવાનું નાટક કરવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: False