એર સ્ટ્રાઈક હુમલા અંગે વી.કે.સિંઘે શું આપ્યું નિવેદન..?
પાટીદાર લાઈવ ન્યુઝ ગુજરાત નામના પેજ દ્વારા 28 એપ્રિલના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “બાલાકોટ હુમલામાં ઠાર 250 આતંકવદીઓનો આંકડો ખોટો છે : વી.કે.સિંહ” આ પોસ્ટ પર 329 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, 8 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા, તેમજ 174 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી. ખરેખર વી.કે.સિંહે આ પ્રકારે નિવેદન આપ્યું હોય તો ખૂબ જ મોટા સમાચાર બન્યા હોય, આથી સૌ પ્રથમ અમે ગૂગલ પર “V K SINGH STATEMENT ON AIR STRIKE” લખતા અમને નીચે મુજબના પરિણામો મળ્યા હતા.
ઉપરોક્ત મળેલા પરિણામોને અમે ધ્યાનથી વાંચ્યા પરંતુ અમને ક્યાંય પણ વી.કે.સિંહનુ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનુ સ્ટેટમેન્ટ મળ્યું ન હતું.
ત્યારબાદ અમે ઉપરોક્ત પોસ્ટને ધ્યાનથી વાંચતા તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગત તારીખ 27 એપ્રિલ 2019ના જયપુરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ પ્રકારનું નિવેદન વી.કે.સિંહ દ્વારા આપવામાં આવ્યું છે. તેથી અમે “BJP RAJSTHAN” ના ઓફિશિયલ પેજની મુલાકાત લીધી હતી, અને તેમાં અમને વી કે સિંહની પ્રેસ કોન્ફરન્સનો વિડિયો પ્રાપ્ત થયો હતો, 24 મિનિટના આ વિડિયોમાં 17 મિનિટ બાદ એર સ્ટ્રાઈકના મુદ્દાને લઈ સવાલ-જવાબ કરવામાં આવે છે. તેમાં વી.કે.સિંહ ક્યાંય પણ બોલ્યા નથી કે, “બાલાકોટ હુમલામાં ઠાર 250 આતંકવદીઓનો આંકડો ખોટો છે.”
જો કે, ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલો અહેવાલ પૂરો વાંચવામાં આવે તો, તેમા હેડિંગ જ ખોટું મૂકવામાં આવ્યુ છે, હેડિંગમાં જે દાવો કરવામાં આવ્યો છે, તેનો અહેવાલમાં અંદર કયાંય પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. ઉપરોક્ત પોસ્ટમાં જે દાવો કરવામાં આવ્યો છે, તે મુજબનું નિવેદન વી.કે.સિંહ દ્વારા આપવામાં જ આવ્યું નથી. વી.કે.સિંહ દ્વારા આપવામાં આવેલા નિવેદનને ફેરવીને ખોટી રીતે સોશિયલ મીડિયામાં મૂકવામાં આવ્યું છે.
Title:એર સ્ટ્રાઈક હુમલા અંગે વી.કે.સિંઘે શું આપ્યું નિવેદન..?
Fact Check By: Frany KariaResult: False Headline