જાણો પોલીસ દ્વારા ભાજપના કાર્યકર્તાઓ પર કરવામાં આવેલા લાઠીચાર્જના વાયરલ વીડિયોનું શું છે સત્ય….
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા ભીડ પર લાઠીચાર્જનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હરિયાણામાં પોલીસ દ્વારા ભાજપના કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં પોલીસ દ્વારા ભીડ પર લાઠીચાર્જનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હરિયાણાનો નહીં પણ બિહારના પટના શહેરનો છે જ્યાં પોલીસ દ્વારા ભાજપના કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને હરિયાણા સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Asfak Bapana નામના ફેસબુક યુઝર દ્વારા 6 ઓગષ્ટ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, હરીયાણા માં ભક્તો નાં મોર બોલી ગયા દેશની આર્મી ને બધો ખેલ સમજમાં આવી ગયો કે સરકાર કશું નાં કરે પણ જ્યારે દેશનો રક્ષક ધારે એ કરી શકે જેની સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હરિયાણામાં પોલીસ દ્વારા ભાજપના કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે વીડિયોને ધ્યાનથી જોતાં 0.38 મિનિટ પર અમને એક બોર્ડ જોવા મળ્યું હતું. જેના પર लाजवन्ती झा લખેલું નજરે પડી રહ્યું છે.
આ કીવર્ડથી સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, લાજવન્તિ ઝા એ બિહારના ભાજપના મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે.
જેના પરથી એ અંદાજ લગાવી શકાય કે, ઉપરોક્ત વીડિયો બિહારનો છે.
ત્યાર બાદ વધુમાં અમને એક બીજું બોર્ડ જોવા મળ્યું હતું. જેના પર CHHABRA STORES AGENCIES લખેલું છે.
ત્યાર બાદ અમે ગુગલ મેપનો સહારો લઈને સર્ચ કરતાં અમને વાયરલ વીડિયોમાં જે લોકેશન દેખાઈ રહ્યું છે એજ જોવા મળ્યું હતું.
અમારી વધુ તપાસમાં અમને ડીડી ન્યૂઝ દ્વારા 13 જુલાઈ, 2023 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોના કેટલાક દ્રશ્યો સાથેના વીડિયો સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પટના ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા પ્રદર્શન પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. તેનો આ વીડિયો છે.
આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. Oneindia News | ndtv.com | rediff.com
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પોલીસ દ્વારા ભીડ પર લાઠીચાર્જનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હરિયાણાનો નહીં પણ બિહારના પટના શહેરનો છે જ્યાં પોલીસ દ્વારા ભાજપના કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને હરિયાણા સાથે કોઈ જ સંબંધ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:જાણો પોલીસ દ્વારા ભાજપના કાર્યકર્તાઓ પર કરવામાં આવેલા લાઠીચાર્જના વાયરલ વીડિયોનું શું છે સત્ય....
Written By: Vikas VyasResult: False