
ફેસબુક પર Kalpesh Devani નામના એક ફેસબુક યુઝર દ્વારા 8 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખ્યું હતું કે, ગાંધી ની વિચાર ધારા વાલા બધા આવાજ છે કે શું ?. ઉપરાંત પોસ્ટમાં કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીના ટ્વિટરના ઓફિશિયલ એકાઉન્ટ પરથી 8 એપ્રિલના રોજ થયેલી એક ટ્વિટ મૂકવામાં આવી છે અને એમાં એવું લખેલું છે કે, कमलनाथ के निजी सचिव के 9 करोड़ की चोरी से कांग्रेस का कोई लेनादेना नही है ऐसी छोटी मोटी चोरी करना कांग्रेस की आदत नही है | આ પોસ્ટને લગભગ 131 જેટલા લોકોએ લાઈક કરી હતી. 7 જેટલા લોકોએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી તેમજ 49 જેટલા લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.
Facebook | Archive
સંશોધન
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે ટ્વિટરનો સહારો લીધો અને રાહુલ ગાંધીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર સર્ચ કરતાં અમને 8 એપ્રિલ, 2019 ના રોજ થયેલી માત્ર 2 ટ્વિટ પ્રાપ્ત થઈ જે તમે નીચે જોઈ શકો છો.


હજુ પણ આ અંગે વધુ જાણવા માટે અમે ગુજરાત કોંગ્રેસના વરિષ્ટ નેતા મનીષ દોશી સાથે વાત કરી હતી તો તેમણે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીના ઓફિશિયલ ટ્વિટર પરથી આ પ્રકારની કોઈ જ ટ્વિટ કરવામાં આવી નથી અને હાલમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તો કેટલાક વિરોધીઓ તરફથી આ પ્રકારની ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરીને લોકોને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

આ પરથી એટલું જરૂર કહી શકાય કે, કેટલાક ઠગબાજો દ્વારા આ પ્રકારે ફોટોશોપના માધ્યમથી એડિટ કરીને માહિતીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
આ તમામ માહિતીના અંતે અમારા સંશોધનમાં અમને બુમ લાઈવ નામની વેબસાઈટ પર અમને આ જ પોસ્ટનું સત્ય ચેક કરેલો એક આર્ટિકલ પ્રાપ્ત થયો હતો. એમાં પણ એવું જ દર્શાવવામાં આવ્યું છે કે, ફેસબુક પર રાહુલ ગાંધીની ટ્વિટ અંગે જે દાવો કરવામાં આવ્યો છે એ તદ્દન ખોટો છે. જે તમે નીચેની લિંક પર જોઈ શકો છો.

પરિણામ:
આમ, અમારા સંશોધનમાં ફેસબુક પર કરવામાં આવેલી રાહુલ ગાંધીની ટ્વિટ અંગેનો દાવો સંપૂર્ણ રીતે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર રાહુલ ગાંધીએ કર્યું આવું ટ્વિટ…! જાણો શું છે સત્ય…
Fact Check By: Dhiraj VyasResult: False
