પુલવામાનો હુમલો એ ભાજપનું કાવતરૂ : શંકરસિંહ વાઘેલા..! જાણો શું કહ્યું શંકરસિંહ વાઘેલાએ…

True રાજકીય I Political

BBC News Gujarati 2 મે 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી અને એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાએ આપેલા આ નિવેદન અંગે તમે શું કહેશો?” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગોધરાની જેમ પુલવામા હુમલો પણ ભાજપના ષડયંત્રનો ભાગ છે.’ આ પોસ્ટ પર 2700 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, 1200 લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા હતા, તેમજ 389 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.

ARCHIVE | PHOTO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શંકરસિંહ વાઘેલાએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે કે કેમ ? તે જાણવું જરૂરી હતું. તેથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી, સૌપ્રથમ અમે યુટ્યુબ પર પુલવામાનો હુમલો ભાજપે કરાવ્યો : શંકરસિંહ વાઘેલા લખતા અમને સ્પાર્ક ન્યુઝ દ્વારા શંકરસિંહ વાઘેલાની મૂકવામાં આવેલી એક પ્રેસ કોન્ફરન્સ મળી હતી. જેમાં શંકરસિંહ વાઘેલા ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પુલવામા હુમલાને ષડયંત્ર ગણાવી રહ્યા હતા.

ARCHIVE

ત્યાર બાદ આ પ્રકારનું નિવેદન જો શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સમાં આપ્યું હોય, તો તે પ્રેસ કોન્ફરન્સ તેમના દ્વારા તેમના ઓફિશિયલ પેજ પર શેર કરવામાં આવી જ હોય માટે અમે શંકરસિંહ વાઘેલાના ફેસબુકના ઓફિશિયલ પેજ ની મુલાકાત લીધી હતી, જેમાં 1 મે 2019ના ગુજરાત સ્થાપના દિવસે શંકરસિંહ વાઘેલા દ્વારા અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં તેઓ કહે છે, આ સરકાર પાસે લોકસભામાં પણ આંતકવાદ જેવા બનાવટી મુદ્દા જે પોતે ઉભા કરેલા છે. તેના આધારે મત માંગી રહ્યા છે, ભાજપના શાસનમાં સૌથી વધારે આંતકવાદીઓ આવ્યા, પુલવામામાં 44 જેટલા જવાનોને મારી નાખવાનું કાવતરૂ, આ કાવતરા ખોર સરકાર છે. 2002થી ગુજરાતમાં ભાજપની સરકાર બેઠી ત્યારથી આજ દિન સુધી કાવતરા ઘડ્યા સિવાય સત્તા મળતી નથી આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું છે, તે સાબિત થાય છે.

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ સાચી સાબિત થાય છે, શંકરસિંહ વાઘેલા દ્વારા 1 મે 2019ના કરેલી પ્રેસ કોન્ફરન્સમાં આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું હતું.

Avatar

Title:પુલવામાનો હુમલો એ ભાજપનું કાવતરૂ : શંકરસિંહ વાઘેલા..! જાણો શું કહ્યું શંકરસિંહ વાઘેલાએ…

Fact Check By: Frany Karia  

Result: True

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •