
Jayshree Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 7 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “मोदी का twitter #निता अंबानी चलाती है बोला था ना #फेकू गवार अनपढ़ है #इंग्लिश नहीं आती है” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ સાથે એક ન્યુઝ પેપરનું કટિંગ પણ મુકવામાં આવ્યુ હતુ. જેના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “मोदी का ट्विटर चलाती है नीता अंबानी” આ પોસ્ટ પર 58 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 3 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મોદીનું ટ્વિટર એકાઉન્ટ નીતી અંબાણી ચલાવી રહી છે.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ન્યુઝ પેપરનું કટિંગ ધ્યાનથી જોયુ પરંતુ હેડિંગ અને લાલ બોક્સના લખાણ સિવાય અમને કશું જ વાંચવા મળતુ ન હતુ.
તેથી અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ગૂગલ પર “मोदी का ट्विटर चलाती है नीता अंबानी|” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. આ પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, આ ઘટના વર્ષ 2014ની છે. વર્ષ 2014માં રિલાઈન્સ દ્વારા તેમની નવી હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ. ત્યારે પ્રધાનમંત્રીની ઓફિસના ઓફિસિયલ ટ્વિટર હેંડલ(@PMOIndia) દ્વારા હોસ્પિટલના ઓપનિંગની શુભેચ્છા પાઠવવા સહિત એક બાદ એક ઘણા ટ્વીટ કરવામાં આવ્યા હતા. જેને લઈ વિવાદ ઉભો થયો હતો. તે તમામ ટ્વીટ તમે નીચે જોઈ શકો છો.
આમ તો પીએમઓ ટ્વિટર હેન્ડલ દ્વારા માત્ર પ્રધાનમંત્રીના કાર્યક્રમ અને સ્પીચની માહિતી આપવાની હોય છે. પરંતુ આ પ્રકારે ખાનગી કંપનીના કાર્યક્રમની વિગતો શેર કરવામાં આવતા વિવાદ ઉભો થયો હતો. જે સમાચારને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત પણ કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામ પરથી સાબિત થાય છે કે, વર્ષ 2014માં PMO ટ્વિટર હેન્ડલ દ્વારા રિલાઈન્સ દ્વારા હોસ્પિટલનું ઓપનિંગ કરવામાં આવ્યુ હતુ, તેને લઈ જે ટ્વિટ કરવામાં આવ્યા હતા તે ટ્વિટને લઈ કોઈ વ્યક્તિ અથવા સમાચાર એજન્સી દ્વારા કટાક્ષમાં આ પ્રકારે લખવામાં આવ્યુ હતુ. અન્યથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ નીતા અંબાણી ચલાવે છે તે વાત ખોટી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, વર્ષ 2014માં PMO ટ્વિટર હેન્ડલ દ્વારા રિલાઈન્સ દ્વારા હોસ્પિટલનું ઓપનિંગ કરવામાં આવ્યુ હતુ, તેને લઈ જે ટ્વિટ કરવામાં આવ્યા હતા તે ટ્વિટને લઈ કોઈ વ્યક્તિ અથવા સમાચાર એજન્સી દ્વારા કટાક્ષમાં આ પ્રકારે લખવામાં આવ્યુ હતુ. અન્યથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ નીતા અંબાણી ચલાવે છે તે વાત ખોટી છે.

Title:શું ખરેખર PM નરેન્દ્ર મોદીનું ટ્વીટર અકાઉન્ટ નીતા અંબાણી દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યુ છે..? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
