
હાલમાં એક લાંબો મેસેજ સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ વકિલ હરિશ સાલ્વેના નામ થી ચેતવણી રૂપ સંદેશો આપવામાં આવી રહ્યો છે. વસ્તી નિયંત્રણ બિલ, CAA, વગેરે જેવા કેટલાક મહત્વપૂર્ણ બિલો પસાર થયા બાદ આ સંદેશ લોકોને ગૃહ યુદ્ધની ચેતવણી આપી રહ્યો છે, જે સંદેશ રાજ્યસભામાં ભાજપ બહુમતી પ્રાપ્ત કર્યા પછી પસાર થશે તેવી અપેક્ષા રાખે છે. વધુમાં, મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આઝાદીના 73 વર્ષમાં ભારતમાં મુસ્લિમોની વસ્તી 30 મિલિયનથી વધીને 300 મિલિયન થઈ ગઈ છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, સુપ્રિમ કોર્ટના વકિલ હરિશ સાલ્વે દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી, લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે આ નિવેદન શેર કરવામાં આવી રહ્યુ છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Kirti Kevadiya નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 24 જૂન 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સુપ્રિમ કોર્ટના વકિલ હરિશ સાલ્વે દ્વારા વસ્તી નિયંત્રણ બિલ, CAA, વગેરે જેવા કેટલાક મહત્વપૂર્ણ બિલો પસાર થયા બાદ લોકો વચ્ચે ગૃહ યુદ્ધ થવાની ચેતવણી આપવામાં આવી.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે તપાસ કરી કે હરીશ સાલ્વેએ નાગરિકતા સુધારા કાયદા પર તેમના મંતવ્યો શેર કર્યા હતા, મની કંટ્રોલ વેબસાઈટ પર પ્રકાશિત અહેવાલમાં તેમનું નિવેદન પ્રસારિત કરવામાં આવ્યુ હતુ જેમાં તેમણે કહ્યું હતું કે ‘હું એ સમજવામાં નિષ્ફળ ગયો છું કે કેવી રીતે કાયદો જે વ્યક્તિઓના ઓળખાયેલા વર્ગને લાભ આપવા માટે રચાયેલ છે, અને કયો ઓળખ તર્ક સંગત પર આધારિત છે. માપદંડ, આ આધાર પર ભેદભાવપૂર્ણ તરીકે નિંદા કરી શકાય છે કે કાયદો એક વ્યાપક વર્ગનું નિર્માણ કરી શક્યો હોત.’
તેમજ તેમણે વસ્તી નિયંત્રણ બિલ પર કોઈ નિવેદન આપ્યુ હોવાનો કોઈ અહેવાલ અમને પ્રાપ્ત થયો ન હતો. વધુમાં, એવા કોઈ અહેવાલો નથી કે હરીશ સાલ્વેએ વાઈરલ મેસેજને અનુરૂપ નિવેદનો આપ્યા હોય. જો ખરેખર હરીશ સાલ્વેએ આવો કોઈ મૌખિક અથવા લેખિત સંદેશ જારી કર્યો હોય, તો મિડિયાએ તેની નોંધ કરી જ હોત જો કે, અમને આવા કોઈ અહેવાલો મળ્યા નથી.
તેમજ પોસ્ટમાં કરેલા દાવાની વ્યક્તિગત રીતે તપાસ કરી.
રાજ્યસભામાં ભાજપને બહુમતી
એપ્રિલ મહિનાની શરૂઆતમાં પૂર્ણ થયેલી ચૂંટણીમાં તેરમાંથી ચાર બેઠકો જીત્યા બાદ, ભાજપ 1988-90ના સમયગાળા પછી રાજ્યસભામાં બે આંકડાનો આંકડો પાર કરનારો પ્રથમ પક્ષ બન્યો છે.
જો કે ભાજપ રાજ્યસભામાં સૌથી મોટો પક્ષ બની ગયો છે, મિડિયા અહેવાલોમાં આપવામાં આવેલી માહિતી મુજબ તે 2024 સુધીમાં ઉપલા ગૃહમાં બહુમતી મેળવે તેવી શક્યતા નથી.
વસ્તી નિયંત્રણ બિલ:
વર્ષ 2019 માં, ભાજપના સાંસદ રાકેશ સિંહાએ જનસંખ્યા નિયમન બિલ નામનું ખાનગી બીલ રજૂ કર્યું હતું, જેમાં ઉલ્લંઘન માટે દંડની જોગવાઈઓ સાથે બે-બાળકનો નિયમ લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી. જો કે, તાજેતરના સંસદ સત્ર દરમિયાન, કેન્દ્રીય આરોગ્ય પ્રધાનના હસ્તક્ષેપને પગલે તેમણે બિલ પાછું ખેંચ્યુ હતુ.
રાજ્યસભામાં બોલતા, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે બળનો ઉપયોગ કરવાને બદલે, સરકારે વસ્તી નિયંત્રણ હાંસલ કરવા માટે જાગૃતિ અને આરોગ્ય અભિયાનોનો સફળતાપૂર્વક ઉપયોગ કર્યો છે.
વધુમાં, એવા કોઈ અહેવાલો નથી કે સરકાર નજીકના ભવિષ્યમાં વસ્તી નિયંત્રણ માટે કોઈ કાયદો લાવવાની યોજના બનાવી રહી છે.
દેશની મુસ્લિમ વસ્તી:
પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, આઝાદીના 73 વર્ષમાં ભારતમાં મુસ્લિમોની વસ્તી 3 કરોડથી વધીને 30 કરોડ થઈ ગઈ છે. જો કે, ભારતની 2011ની વસ્તી ગણતરી પ્રમાણે, કાઉન્ટીની કુલ મુસ્લિમ વસ્તી 17.22 કરોડ છે, જે ભારતની વસ્તીના 14.2% છે અને આગામી વસ્તી ગણતરી હાલમાં ચાલી રહી છે. આ રીતે ભારતમાં મુસ્લિમોની કુલ વસ્તીની સત્તાવાર ગણતરી 17.22 કરોડ છે.
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે સુપ્રિમ કોર્ટના વકિલ હરિશ સાલ્વેનો સંપર્ક સાધ્યો હતો, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ નિવેદન મારા દ્વારા આપવામાં આવ્યુ નથી, આ નિવેદન ઉપજાવેલી કાઢેલુ છે, આ નિવેદન સાથે મારે કોઈ લેવા-દેવા નથી, લોકોએ આ માહિતીને સાચી ન માનવી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સુપ્રિમ કોર્ટના વકિલ હરિશ સાલ્વે દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી, લોકોમાં ભ્રામક્તા ફેલાવવા માટે આ નિવેદન શેર કરવામાં આવી રહ્યુ છે.

Title:વરિષ્ઠ વકિલ હરીશ સાલ્વેના નામે વાયરલ થઈ રહેલો મેસેજ ફેક છે…જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
