ફેસબુક પર ભાજપ નો વિકાસ ગાંડો થયો છે નામના એક ફેસબુક પેજ પર 24 માર્ચ , 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, 456 કરોડ ભાજપ મોદી ને ફંડ આપ્યું બોલો.. પછી ભાગી જ શકાય ને.. ક્યાં ગયા ભગતડા મૂર્ખા ગદ્દારો.. શેયર કરો મિત્રો. અને આ પોસ્ટમાં એવું લખવામાં આવ્યું હતું કે, लंदन कोर्ट में नीरव मोदी का बड़ा बयान भागा नहीं भगाया गया 456 करोड़ कमिशन लिया भाजपा के नेताओं ने આ પોસ્ટને લગભગ 499 જેટલા લોકોએ લાઈક કરી હતી. 26 જેટલા લોકોએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી તેમજ 248 જેટલા લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.
Facebook | Archive

સંશોધન

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે News18 India દ્વારા કરવામાં આવેલી આ ટ્વિટની તપાસ હાથ ધરી. આ ટ્વિટમાં નીરવ મોદીના ફોટોની નીચે લખેલા લખાણને અમે ગુગલમાં સર્ચ કર્યું તો અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા.

Google | Archive

ઉપરના પરિણામોમાં અમને સૌથી ઉપર 22 માર્ચ, 2019 ના રોજ ન્યુઝ 18 હિન્દી દ્વારા પ્રસારિત કરવામાં આવેલો એક આર્ટિકલ પ્રાપ્ત થયો. જેમાં ઉપરોક્ત પોસ્ટમાં જોવા મળી રહેલો નીરવ મોદીનો એજ ફોટો જોઈ શકાય છે.

News 18 Hindi | Archive

ત્યાર બાદ અમે વધુ તપાસ માટે ન્યુઝ 18 ઈન્ડિયા દ્વારા 22 માર્ચ, 2019 ના રોજ કરવામાં આવેલી ટ્વિટ સર્ચ કરી તો અમને ન્યુઝ 18 ઈન્ડિયાના ટ્વિટર એકાઉન્ટ પર નીચેની ટ્વિટ પ્રાપ્ત થઈ.

Archive

અમે પોસ્ટની વધુ સત્યતા માટે અમે ગ્રાફિક ડિઝાઈનના નિષ્ણાત સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે, પોસ્ટમાં દર્શાવેલા ફોટોમાં ફોટોશોપના માધ્યમથી એડિટ કરીન છેડછાડ કરવામાં આવી છે. ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની સાચા અને એડિટ કરેલા ફોટો વચ્ચેનો તફાવત તમે નીચે સ્પષ્ટપણે જોઈ શકો છો.

ઉપર દર્શાવેલા બે ફોટોની સરખામણીમાં એ સ્પષ્ટ જોઈ શકાય છે કે, ન્યુઝ 18 ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલા ઓરિજનલ ટ્વિટના ફોટો સાથે કેટલાક ઠગબાજો દ્વારા ફોટોશોપના માધ્યમથી એડિટીંગ કરીને આ ફોટોને લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.

પરિણામ:

આમ, અમારા તમામ સંશોધન બાદ અમે એ પરિણામ પર પહોંચ્યા છીએ કે, ઉપરોક્ત પોસ્ટમાં નીરવ મોદી અંગે ન્યુઝ 18 ઈન્ડિયા દ્વારા કરવામાં આવલી ટ્વિટ અંગેનો દાવો સંપૂર્ણપણે ખોટો સાબિત થાય છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર નીરવ મોદીએ લંડન ભાગવા માટે ભાજપાને આપ્યું હતું 456 કરોડનું ફંડ…? જાણો શું છે સત્ય...

Fact Check By: Dhiraj Vyas

Result: False