જો મોદી પ્રધાનમંત્રી બનશે તો હું દેશ છોડી દઈશ : શબાના આઝમી… જાણો સત્ય

False રાજકીય I Political

Ramesh S Patel નામના એક ફેસબુક યુઝર દ્વારા 12 મે, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, જવું હોય તે ચાલ્યા જજો…અહીં પીએમ તરીકે તો આજીવન મોદી જ રહેશે
શબાના …જતી જ હોય તો પછી બીજો કચરો પણ હારે લેતી જજે..આમેય બીજી વાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને કે તરત જ..દેશનો ઘણો કચરો વધુ બદબુ મારી અને સડી જવાનો જ છે..સબાના જો તું જતી હોય તો સાથે,
રાહુલ અને એના ચમચા ,વાટકા જેવા ગુજરાતના હારદીકીયા, મેવાણી, ઘાનાણી સહિત ને લેતા જજો..આમેય આ વખતે પીએમ બન્યા બાદ મોદી સાહેબ સાવ અજડ બની જાય ને આ લોકોને ભો ભારે થય જાય ‘ એ પહેલા વ્યવ્થા કરી લેવી સારી ..મમતા દીદીને તો સાવ સહેલુ છે.. હડી મારીને બાંગ્લાદેશ ફરર્ થય જાશે.. હાર્દિક ભાઈયે પણ ભાજપા સામે શરણાગતિ લઇ લેવાય ..વિજય ભાઈ જો ફોસલાઈ જાય તો. “સૌચાલય રખરખાવ ” ખાતુ પણ મળી જાય ને ભાગવુ ના પડે…વિજયભાઈ કહેતા હતા કે ચૂંટણી બાદ પરેશઘાનાણી ને ભાજપા માં લઇ ને ” એરુ પકડ બોર્ડ ” ના ચેરમેન બનાવી દેવાના છે.મોઢવાડીયા પણ ભાજપા માં ભળે તો‌ “રેઢીયાળ ઢોર પકડ બોર્ડ ના ચેરમેન બનાવી સકાય …એવી જ રીતે મોદીને ફોસલાવી ને દિગ્વિજયસિંહ ને કેન્દ્ર માં ” રોમીયો સ્ક્વોડ ના ચેરમેન ,હમિદ અઅંસારી ને ” આવારા કૂત્તા પકડ પાર્ટી ના ચેરમેન,મુલાયમ ને ” સાંઢ ઉછેર કેન્દ્ર ,
કેજરીવાલ ને “જન્મ સર્ટી ખરાઈ વિભાગ”અને રાહુલ ગાંધી ને. “અખિલ ભારતીય ગે સોસાયટી ના ચેરમેન ,
માયાવતી ને ” વિઘવા વિવાહ બોર્ડ‌”તથા સોનીયા ગાંધી ને ” બોમ્બે ડાન્સ બાર વિકાસ બોર્ડના ચેરમેન ,
બનાવાની વિચારણા કરાય …આમેય મોદી જેવા બીજીવાર પીએમ બને કે તૂરત આખા પાકિસ્તાન ના તમામ લોકોયે ડબલ પેન્ટ પહેરવાનો હૂકમ અગાઉ થી જ જાહેર કરાયો છે …. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 112 લોકોએ લાઈક કરી હતી, 25 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 12 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.

Face book | Archive

સંશોધન

ખરેખર જો શબાના આઝમી દ્વારા આવું કોઈ નિવેદન આપવામાં આવ્યું હોત તો એ મીડિયામાં એક ચર્ચાનો વિષય બન્યું હોત અને ક્યાંક ને ક્યાંક તો એનો વીડિયો કે માહિતી હોત જ પરંતુ આવી માહિતી ક્યાંય જોવા ન મળતાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ઉપરની પોસ્ટનું સત્ય જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ मोदी अगर प्रधानमंत्री बन गए तो मै देश छोड़ दूंगी સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.co.in-2019.05.13-05-41-20.png

Google| Archive

ઉપરના પરિણામોમાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે જો મોદી પ્રધાનમંત્રી બનશે તો હું દેશ છોડી દઈશ. એવું શબાના આઝમીએ કહ્યું એવી માહિતી ક્યાંય પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ અમને મીડિયાવાલા અને પંજાબ કેસરીના બે આર્ટિકલ પ્રાપ્ત થયા હતા. જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, શબાના આઝમીએ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને પોસ્ટમાં કરવામાં આવેલા દાવાનું ખંડન કર્યું છે. વધુમાં તેણે એ પણ કહ્યું હતું કે, અહીંયા જ મારો જન્મ થયો હતો ને અહીંયા જ મારૂ મૃત્યું પણ થશે. આ બંને આર્ટિકલ તમે નીચે જોઈ શકો છો.

Media wala | Archive
Punjab Kesari | Archive

ઉપરના પરિણામો પરથી અમને જાણવા મળ્યું કે, શબાના આઝમી દ્વારા તેના ઓફિશિયલ ટ્વિટર પરથી ટ્વિટ કરવામાં આવ્યું હતું કે, નરેન્દ્ર મોદીના પ્રધનમંત્રી બનવા પર મારી દેશ છોડવાની ખબર એકદમ ખોટી છે અને આ પ્રકારની ખબરોમાં કોઈ જ સચ્ચાઈ રહેલી નથી. ત્યાર બાદ અમે શબાના આઝમીના ટ્વિટર એકાઉન્ટ પર શોધ કરીને તેના દ્વારા 11 મે, 2019 ના રોજ કરવામાં આવેલી બધી જ ટ્વિટ મેળવી હતી જે તમે નીચે જોઈ શકો છો.

Archive

ઉપરોક્ટ ટ્વિટમાં શબાના આઝમીએ એવું લખ્યું છે કે, “નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવા પર મારા દેશ છોડવાના નિર્ણયની વાત ખોટી છે, મેં ક્યારેય આ કહ્યું નથી અને મારો દેશ છોડવાનો કોઈ ઇરાદો નથી. આ તે જગ્યા છે જ્યાં મારો જન્મ થયો હતો અને હું અહીંયા જ મરીશ. ફેક ન્યૂઝ બ્રિગેડ દ્વારા મારા માટે આવું કરવું ખૂબ જ દુઃખદાયક છે.”

Archive

ત્યાર બાદ ટ્વિટમાં શબાના આઝમીએ એવું લખ્યું છે કે, “ફેક ન્યૂઝ બ્રિગેડની હાલત ખૂબ જ દયનીય છે. આ પ્રકારના સમાચાર ફેલાવવા એ પોતાનામાં હારી જવાનો ડર જર્શાવે છે. તેઓ મુદ્દા પર વાત નથી કરી શકતા માટે ચાલો ખોટું એટલી વાર બોલો કે લોકો સાચું માનવા લાગે, આ જ તેમનું ધ્યેય હોય છે. પરંતુ તેઓ ઊંધા માથે પડી ગયા છે કારણ કે, તેમનો પર્ધાફાશ કરવા માટે કેટલીય બધી મજબૂત તાકાત હાજર છે.”

Archive

અંતિમ ટ્વિટમાં શબાના આઝમીએ એવું લખ્યું છે કે, “મારા પિતાએ મને શીખવાડ્યું છે કે, પોતાના વિરોધીઓને ક્યારેય પણ પોતાના દુશ્મન ન સમજવા જોઈએ. પરિપક્વતા ત્યારે જ આવે છે જ્યારે તર્કની સાથે વિરોધ પક્ષની બેઈજ્જતી કરવામાં આવે. નહી કે જૂઠની સાથે તેમને પરાજીત કરવાની આશા રાખવામાં આવે. ”

શબાના આઝમીના આ નિવેદન અંગેના અન્ય સમાચારો પણ તમે નીચેની લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો.

Tv9 Bharat VarshNavoday TimesDaily HuntNews Track
ArchiveArchiveArchiveArchive

વધુમાં આપને એ પણ જણાવી દઈએ કે, બોલીવુડની અભિનેત્રી શબાના આઝમી તેના બેબાક અંદાજ માટે જાણીતી છે. એ પછી રાજકારણ હોય કે સામાજીક બાબત હોય તે ખુલીને પોતાના મંતવ્ય જણાવે છે. તાજેતરમાં જ શબાના આઝમી બિહારના બેગુસરાયમાં સીપીઆઈના ઉમેદવાર કન્હૈયા કુમાર માટે પ્રચાર પણ કર્યો હતો. શબાના આઝમી મોદી સરકારની નીતિઓની ટીકા કરવા માટે પણ જાણીતી છે.

screenshot-www.amarujala.com-2019.05.13-06-46-39.png
(ફોટો સૌજન્ય – અમર ઉજાલા)

પરિણામ

આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, શબાના આઝમીએ ક્યાંય પણ એવું નથી કહ્યું કે, નરેન્દ્ર મોદી વડાપારધાન બનશે તો હું દેશ છોડી દઈશ.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:જો મોદી પ્રધાનમંત્રી બનશે તો હું દેશ છોડી દઈશ : શબાના આઝમી… જાણો સત્ય

Fact Check By: Dhiraj Vyas 

Result: False

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •