
जतिन बतरा નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. गुजराती अख़बार कह रहा है : जूठ बोलने में मोदी दुनिया मे नंबर वन पोजीशन पर है. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ સાથે ગુજરાતી ન્યુઝ પેપરનું એક ક્ટીંગ પણ મુકવામાં આવ્યુ હતું. આ પોસ્ટ પર 576 લોકો દ્વારા પોતાના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, એક વ્યક્તિ દ્વારા તેનું મંતવ્ય આપવામાં આવ્યુ હતું. તેમજ 448 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.
ARCHIVE | PHOTO ARCHIVE | FACEBOOK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ /તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી આ ફોટોને શોધવાનો પ્રયત્ન કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને Sunl Vasava નામના વ્યક્તિ દ્વારા 30 ડિસેમ્બર 2017ના કરવા આવેલુ ટ્વિટ મળ્યુ હતુ. જેમાં ઉપરોક્ત પોસ્ટમાં દર્શાવવામાં આવેલા સમાચાર પત્રમાં જે મોદીનો ફોટોને લખાણ છે. તે પ્રાપ્ત થયુ હતું. પરંતુ આ કોઈ ન્યુઝ પેપરનું કટિંગ નથી કોઈ વ્યક્તિ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટો સાથે ફોટોશોપના માધ્યમથી બનાવેલો ફોટો હોવાનુ જાણવા મળ્યુ હતુ. જે આપ નીચેના ટ્વીટ પર જોઈ શકો છો.
— Sunil Vasava (@SunilVa12572730) 30. Dezember 2017
તેમજ કોઈ ન્યુઝ પેપર દ્વારા પ્રધાનમંત્રી માટે આ પ્રકારના સમાચાર છાપવામાં આવ્યા હોય તો અન્ય મિડિયા હાઉસ દ્વારા તેની નોંધ લેવામાં આવી જ હોય. જેથી અમે ગુગલ પર “वडाप्रधान नरेन्द्र मोदी दुनियामें जूठ बोलने में नंबर वन” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામોમાં અમને કોઈ મિડિયા હાઉસ દ્વારા આ પ્રકારના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ ન હતુ. વધુમાં ઉપરોક્ત પોસ્ટમાં જે પેપર કટિંગ મુકવામાં આવ્યુ છે. તેમાં વ્યાકરણની પણ ગંભીર ભૂલ અમારે ધ્યાને આવી હતી જે આપ નીચે જોઈ શકો છો.

ઉપરોક્ત પોસ્ટમાં મુકવામાં આવેલા ન્યુઝ પેપરના કંટિગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામમાં ગંભીર ભુલ છે, તેમજ ફેકવાની પણ કોઈ લીમીટ હોય તેવો શબ્દો પ્રયોગ કરવામાં આવ્યો હતો. કોઈપણ જવાબદાર સમાચાર પત્રના સમૂહ દ્વારા આ પ્રકારની ગંભીર ભૂલ કે આ પ્રકારનો વાક્ય પ્રયોગ કરવામાં આવતો નથી.
વધુમાં આ પ્રકારના સમાચાર કોઈ સમાચાર પત્રો દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હોય તો ગુજરાત માહિતી વિભાગ દ્વારા તેની નોંધ લેવામાં જ આવી હોય, આથી અમે ગુજરાત માહિતી વિભાગનો સંપર્ક સાધતા અમને જણાવવામાં આવ્યુ હતુ કે, “ગુજરાતમાં આ પ્રકારના સમાચાર કયારેય કોઈ સમાચાર પત્રો દ્વારા પ્રકાશીત નથી કરવામાં આવ્યા.”
ઉપરોક્ત પોસ્ટમાં મુકવામાં આવેલુ સમાચાર પત્રનું કંટિગ અમારી પડતાલમાં ખોટું સાબિત થાય છે. કોઈપણ ગુજરાતી સમાચાર પત્ર દ્વારા આ પ્રકારના સમાચાર કયારેય પ્રસારિત કરવામાં આવ્યા નથી.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અમારી પડતાલમાં ખોટો સાબિત થાય છે. કારણ કે, ક્યારેય પણ કોઈપણ ગુજરાતી સમાચાર પત્ર દ્વારા આ પ્રકારના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા નથી.

Title:શું ખરેખર મોદી ખોટુ બોલવામાં દુનિયામાં પહેલા નંબરે છે..? જાણો શું છે સત્ય…
Fact Check By: Frany KariaResult: False
