શું ખરેખર ગુજરાતમાં બાળકોને ઉઠાવી જઈ કિડની વેચી મારવામાં આવે છે…? જાણો શું છે સત્ય…

False સામાજિક I Social

Rajendra Patel નામના એક ફેસબુક યુઝર દ્વારા 10 જૂન, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું હતું કે, ઈકો ગાદી લઈને આવે છે નાના બાળકો લઈ જાય છે અને કિટની વેચે છે જલ્દી સારે મોબાઇલ મા ફોરવર્ડ કરો હમારા બાળકો ની જીદગી બચી જાય મહેસાણા પાટન પાલનપુર જલ્દી જપ્ત કરાવો GJ19AF 0827. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને લગભગ 108 જેટલા લોકોએ લાઈક કરી હતી. 18 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી. તેમજ 1300 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ હાથ ધરી હતી.

Face book | Archive

સંશોધન

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટની સત્યતા જાણવા માટે સૌપ્રથમ અમે પોસ્ટની માહિતીને ધ્યાનથી વાંચી ત્યાર બાદ અમને એ શંકા પેદા થઈ કે જો ગુજરાતમાં આવી કોઈ ઘટના બની હોત તો કોઈને કોઈ મીડિયા દ્વારા તેની નોંધ લેવામાં આવી જ હાય માટે અમે ગુગલનો સહારો લઈ ઈકો ગાડીમાં બાળકોનું અપહરણ સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા હતા.

screenshot-www.google.com-2019.06.15-00-56-18.png

Archive

ઉપરના પરિણામોમાં અમને કોઈ ઠોસ પરિણામ ન મળતાં મે મારી તપાસ આગળ વધારી હતી અને પોસ્ટમાં દર્શાવવામાં આવેલા ફોટોને એક પછી એક રિવર્સ ઈમેજ કરીને માહિતી મેળવવા પ્રયાસ કર્યો હતો. આ પોસ્ટને ઉપરના શીર્ષક સાથે જ અલગ અલગ ફોટા સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. આ તમામ ફોટાની માહિતી તમે નીચે જોઈ શકો છો.

ફોટો 1 –

62499677_857448474631598_7367050771675742208_n.jpg

યાન્ડેક્ષ રિવર્સ ઈમેજ પરથી અમને જાણવા મળ્યું કે, આ ફોટો ગુજરાતનો નથી અને સોશિયલ મીડિયા પર પહેલા પણ આ ફોટો વાયરલ થઈ ચૂક્યો છે. કર્ણાટકના ચિંતામણી જિલ્લામાં પણ આ પ્રકારની ઘટના બની હોય એવી માહિતી અમને પ્રાપ્ત થઈ હતી જે તમે નીચે જોઈ શકો છો.

Prajvani.Net | Archive

ફોટો 2 –

62147424_857448517964927_2186521056724910080_n.jpg

ઉપરનો ફોટો પણ ગુજરાતનો નથી જેની તમામ માહિતી તમે નીચે જોઈ શકો છો.

screenshot-defence.pk-2019.06.15-01-33-08.png

Defence.Pk | Archive

ફોટો 3 –

35299176_1329233507176137_2985694391814848512_n.jpg

ઉપરનો ફોટો પણ ગુજરાત બહાર એટલે કે મધ્યપ્રદેશના હોશંગાબાદનો છે. આ ફોટો અંગેની સમગ્ર માહિતી તમે નીચે જોઈ શકો છો.

Patrika | Archive

ફોટો 4 –

34202916_10155759673438337_3062112863716900864_n.jpg

ઉપરનો ફોટો પણ આંધ્રપ્રદેશના અનંતપુરનો છે. આ ફોટો અંગેની સમગ્ર માહિતી તમે નીચેના વીડિયોમાં જોઈ શકો છો.

Archive

અમારી ગળની તપાસમાં અમે ઈકો ગાડી નં GJ19AF 0827 અંગે પાટણ પોલીસ સ્ટેશનમાં ફરજ પરના અધિકારી સાથે વાત કરી હતી. તો તેઓએ અમને જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર આ મેસેજ ઘણા સમયથી વાયરલ થી રહ્યો છે અને આ ગાડી નંબર સાથે કોઈ બાળકો ઉપાડી જવાની ફરિયાદ હજુ સુધી અમારા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સંપૂરણ રીતે ખોટો અને પાયવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં દર્શાવેલા તમામ ફોટા ગુજરાત બહારના છે અને આ પ્રકારે બાળકો ઉપાડી જઈ કિડની વેચી મારવાની ઘટના બની હોય એ વાત તદ્દન ખોટી છે.

છબીઓ સૌજન્ય : ગુગલ

Avatar

Title:શું ખરેખર ગુજરાતમાં બાળકોને ઉઠાવી જઈ કિડની વેચી મારવામાં આવે છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: False