જો તમારા એકાઉન્ટમાંથી રૂપિયા કપાય અને ATMમાંથી ન નીકળે તો બેંક તમને દરરોજના રૂ.100 આપશે..?
Social Activist & Awareness Compaign with journalism નામના ફેસબુક યુઝર દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ATMમાંથી ન નીકળે અને ખાતામાંથી પૈસા કપાય જાય તો બેંક રોજ આપશે 100 રૂ., વાંચો RBIનાં નિયમ.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 69 લોકો દ્વારા તેમના પ્રતિભાવો આપવામાં આવ્યા હતા, તેમજ 151 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ATMમાંથી પૈસા ન નીકળે અને ખાતામાંથી પૈસા કપાય તો બેંક દરરોજના રૂપિયા 100 આપશે.
ARCHIVE | PHOTO ARCHIVE | ARTICLE ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ તપાસ કાર્યવાહી શરૂ કરી હતી, સૌપ્રથમ અમે ગૂગલ પર “rbi rule for atm withdrawal” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો માંથી આરબીઆઈની ઓફિશીયલ વેબસાઈટ પર લોકો દ્વારા પૂછવામાં આવતા સવાલનો જવાબનો જવાબ આપવામાં આવતો હોય તે સવાલ જવાબમાં આ પ્રશ્નનો પણ પૂછવામાં આવ્યો હતો. જે આપ નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત આરબીઆઈની વેબસાઈટમાં જણાવવામાં આવ્યુ હતુ કે, 1 જૂલાઈ 2011થી કાર્ડ ઈશ્યૂ કરનાર બેંક દ્વારા નિષ્ફળ એટીએમ વ્યવહાર અંગે જે દિવસે ગ્રાહક ફરિયાદ નોંધાવે તે દિવસથી લઈ 7 દિવસમાં ગ્રાહકના ખાતામાં રૂપિયા જમા કરવવાના હોય છે. જો 7 દિવસમાં બેંક રૂપિયા પરત ગ્રાહકના ખાતામાં જમા ન કરે તો પ્રતિ દિવસના રૂપિયા 100 ચૂકવવાના રહે છે.
ત્યારબાદ અમે ગૂજરાત આરબીઆઈના એક અધિકારી જોડે પણ આ અંગે વાત કરી હતી. તેણે પણ અમને જણાવ્યુ હતુ કે, ગ્રાહક ફરિયાદ કરે ત્યારબાદ 7 દિવસનો સમય બેંક પાસે હોય છે. તે 7 દિવસમાં બેંક દ્વારા ગ્રાહકના ખાતામાં રૂપિયા જમા કરાવી દેવાના હોય છે. જો તે 7 દિવસમાં બેંક પૈસા જમા ન કરાવી શકે તો બેંકે પ્રતિ દિવસના 100 રૂપિયા લેખે ગ્રાહકને પેનલ્ટી આપવાની હોય છે.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલુ હેડિંગ અમારી પડતાલમાં ખોટુ થાય છે. જો પોસ્ટમાં જણાવ્યા પ્રમાણે તમારી સાથે ઘટના બને અને તમે ફરિયાદ કર્યાના 7 દિવસમાં તમારા ખાતામાં રૂપિયા ન આવે તો જ બેંક તમને પ્રતિ દિવસના રૂપિયા 100 આપશે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલુ હેંડિગ ખોટુ સાબિત થાય છે. કારણ કે, જો તમારા ખાતામાંથી રૂપિયા કપાય જાય અને એટીએમ માંથી રૂપિયા ન નીકળે તો તમારે બેંકમાં ફરિયાદ કરવાની હોય છે. જે ફરિયાદ કર્યાના 7 દિવસમાં તમારા ખાતામાં રૂપિયા ન આવે તો જ બેંક તમને પ્રતિ દિવસના રૂપિયા 100 આપશે.
Title:જો તમારા એકાઉન્ટમાંથી રૂપિયા કપાય અને ATMમાંથી ન નીકળે તો બેંક તમને દરરોજના રૂ.100 આપશે..?
Fact Check By: Frany KariaResult: False Headline