રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે તો દાબેલી ફ્રી માં મળશે…?

False રાજકીય I Political

Hasmukh Parmar Lalu નામના એક ફેસબુક યુઝર દ્વારા 30 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે, ??સો ટકા ભાજપ જવાની વાહ ભાઈ પટેલ ભાઈ વાહ ગુજરાત કોંગ્રેસ તમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છૅ. જ્યારે પોસ્ટમાં દર્શાવવામાં આવેલા એક પોસ્ટરમાં એવું લખવામાં આવ્યું છે કે, માનનીય શ્રી રાહુલ ગાંધીજી જો આપણા દેશના વડાપ્રધાન બને તો એમની શપથવિધીના દિવસે એમના માનમાં પટેલ દાબેલી તરફથી દરેકને દાબેલી ફ્રી આપવામાં આવશે. દોબેલી તો પટેલની જ…અને સરકાર તો રાહુલની જ… ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 918 લોકોએ લાઈક કરી હતી, 506 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 38 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મિડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.

Archive | Photo Archive

સંશોધન

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ઉપરની પોસ્ટનું સત્ય જાણવા માટે અમે સૌપ્રથમ અમે યાન્ડેક્ષ બ્રાઉઝરનો સહારો લીધો હતો અને પોસ્ટમાં આપેલા ફોટોને રિવર્સ ઈમેજમાં સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા.

Yandex | Archive

ઉપરના પરિણામોમાં અમને કોઈ ઠોસ પરિણામ ન મળતાં અમે અમારી તપાસ આગળ વધારી અને ગુગલનો સહારો લઈ મોદી જીતશે તો દાબેલી ફ્રી સર્ચ કરતાં અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા.

ઉપરોક્ત પરિણામોમાં અમને એક ફોટો પ્રાપ્ત થયો જેની અમે તપાસ કરતાં આ ફોટો Gujarat ni rasdhara નામના પેજ દ્વારા 7 મે, 2014 ના રોજ ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યો હતો. પરંતુ આ પોસ્ટરમાં પોસ્ટમાં કરવામાં આવેલા દાવાથી કંઈક અલગ જ લખેલું હતું. જેમાં એવું લખેલું હતું કે, મા.શ્રી. નરેન્દ્રભાઈ મોદી જો આપણા દેશના વડાપ્રધાન બને તો એમની શપથવિધીના દિવસે એમના માનમાં પટેલ દાબેલી તરફથી દરેકને દાબેલી ફ્રી આપવામાં આવશે. દોબેલી તો પટેલની જ…અને સરકાર તો મોદીની જ…

Facebook | Archive

અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે, પોસ્ટમાં દર્શાવવામાં આવેલા પોસ્ટરમાં રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે તો દાબેલી ફ્રી આપવામાં આવશે એ ખરેખર રાહુલ ગાંધી માટે નહીં પરંતુ 2014 માં મોદી વડાપ્રધાન બનશે તો દાબેલી ફ્રી આપવામાં આવશે એવી માહિતી શેર કરવામાં આવી હતી. આમ, ઉપરની પોસ્ટમાં દર્શાવવામાં આવેલા પોસ્ટરમાં આપેલી માહિતીને કેટલાક ઠગબાજો દ્વારા ફોટોશોપના માધ્યમથી એડિટ કરીને હાલના ચૂંટણીના માહોલમાં લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી છે. તમે 2014 અને 2019 માં શેર કરવામાં આવેલા બંને પોસ્ટર વચ્ચેનો તફાવત નીચે જોઈ શકો છો.

ત્યાર બાદ આ અંગે અમારી તપાસને વધુ મજબૂત બનાવવા અમે પટેલ દાબેલીના માલિકનો સંપર્ક સાધતાં તેમણે અમને એવું જણાવ્યું હતું કે, “આ પ્રકારની જાહેરાત અમે 2014 માં જ્યારે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બને એના માટે કરી હતી. અમે રાહુલ ગાંધી માટે આવી કોઈ જ જાહેરાત કરી નથી. સોશિયલ મીડિયા પર કેટલાક આવારા તત્વો દ્વારા અમારા નામનો ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.”

પરિણામ

આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પટેલ દાબેલી દ્વારા 2019 માં રાહુલ ગાંધી માટે નહીં પરંતુ 2014 માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને એ માટે આ પ્રકારે જાહેરાત કરવામાં આવી હતી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે તો દાબેલી ફ્રી માં મળશે…?

Fact Check By: Dhiraj Vyas 

Result: False