Kalpesh Chauhan નામના એક ફેસબુક યુઝર દ્વારા 10 એપ્રિલ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. જેના શીર્ષકમાં એવું લખેલું છે કે અંધભક્તો તમે તો મુર્ખ છો પણ. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 65 લોકોએ લાઈક કરી હતી, 4 લોકોએ આ પોસ્ટ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા અને 17 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મિડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.

Archive

સંશોધન

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ઉપરની પોસ્ટનું સત્ય જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લીધો હતો અને इसबार हमारी सरकार आएगी तो पकका १०० दिन में काला धन लायेंगे : अमित शाह સર્ચ કરતાં અમને નીચેના પરિણામો પ્રાપ્ત થયા.

Google | Archive

ઉપરના પરિણામોમાં અમને કોઈ ઠોસ પરિણામ ન મળતાં અમે અમારી તપાસ આગળ વધારી અને અમિત શાહના ઓફિશિયલ ટ્વિટર અને ફેસબુક પર પણ અમે તપાસ કરી પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણેની માહિતી અમને ક્યાંય જોવા મળી ન હતી.

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ અમને વધુ સર્ચ કરતાં જાણવા મળ્યું કે, 8 એપ્રિલ, 2019 ના રોજ જ્યારે ભાજપ દ્વારા મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો ત્યારે અમિત શાહે આજ કપડાં પહેરેલા હતા અને ભાજપની ઓફિસેથી સમગ્ર મેનિફેસ્ટોનું લાઈવ પ્રસારમ કર્યું હતું. આ સમાચાર ઘણા બધા મીડિયા માધ્યમો દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. તેમજ ભાજપના યુટ્યુબ પર પણ આ ચૂંટણી ઢંઢેરાનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જે તમે નીચે જોઈ શકો છો.

Gujarat SamacharTimes Of IndiaThe Economic Times
ArchiveArchiveArchive

ભાજપા દ્વારા બહાર પાડવામાં આવેલા ચૂંટણી ઢંઢેરાની સંપૂર્ણ માહિતી તમે નીચે જોઈ શકો છો.

Archive

ભાજપના મેનિફેસ્ટોના ઉપરના વીડિયોને અમે ધ્યાનથી જોયો તો અમને જાણવા મળ્યું કે, અમિત શાહ દ્વારા ક્યાંય પણ એવું કહેવામાં નથી આવ્યું કે, આ વખતે અમારી સરકાર આવશે તો 100 દિવસમાં કાળું ધન પરત લાવીશું.

અમારી વધુ તપાસમાં અમને ન્યૂઝ 24 દ્વારા 8 એપ્રિલ, 2019 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો. જેમાં ભાજપ દ્વારા મેનિફેસ્ટો રજૂ કરવામાં આવે છે. 17.50 મિનિટના આ વીડિયોને પણ અમે ધ્યાનથી જોયો અને સાંભળ્યો તો તેમાં પણ અમને ક્યાંય ભાજપ દ્વારા અમે સરકારમાં આવીશું તો 100 દિવસમાં કાળું ધન પરત લાવીશું એવી માહિતી જોવા મળી ન હતી. આ સંપૂર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.

Archive

આ અંગે અમારી તપાસને વધુ મજબૂત બનાવવા અમે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાનો સંપર્ક સાધતાં તેમણે અમને એવું જણાવ્યું હતું કે, “ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલા મેનિફેસ્ટોમાં ક્યાંય પણ અમારી સરકાર બનશે તો 100 દિવસમાં કાળું ધન બહાર લાવવાની વાત કરવામાં નથી આવી. હાલમાં ચૂંટણીના માહોલમાં વિપક્ષો દ્વારા આવી માહિતી લોકોને ગેરમાર્ગે દોરવા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતી હોય છે”.

ભાજપ દ્વારા 2019 ની ચૂંટણી માટે બહાર પાડવામાં આવેલો સંપૂર્ણ ચૂંટણી ઢંઢેરો (સંકલ્પપત્ર) તમે નીચે જોઈ શકો છો. 50 પેજનો આ ચૂંટણી ઢંઢેરો અમે ધ્યાનથી વાંચ્યો તો એમાં ક્યાંય પણ એવું નથી લખવામાં આવ્યું કે, જો ભાજપની સરકાર બનશે તો 100 દિવસમાં કાળું ધન પરત લાવીશું.

https://www.bjp.org/en/manifesto2019

પરિણામ

આમ, અમારી પડતાલ/તપાસ કાર્યવાહીમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો સાબિત થાય છે. ભાજપના મેનિફેસ્ટોમાં ક્યાંય પણ એવું નથી દર્શાવવામાં આવ્યું કે, અમારી સરકાર બનશે તો અમે 100 દિવસમાં કાળું ધન પરત લાવીશું.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર ભાજપે ફરી કાળું ધન પરત લાવવાનો વાયદો કર્યો...! જાણો શું છે સત્ય...

Fact Check By: Dhiraj Vyas

Result: False