મોદીના કાફલાનુ ચેકિંગ કરનારને સસ્પેન્ડ કરાયા..? જાણો શું છે સત્ય.....
ગુજરાત સમાચાર નામના વેબ પોર્ટલ દ્વારા ગત તારીખ 18 એપ્રિલ 2019ના એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “PM મોદીના કાફલાની તપાસ કરનારા IAS ઓફિસરને ચૂંટણી પંચે સસ્પેન્ડ કરી દીધાં” આ પોસ્ટને 274થી વધૂ લોકો દ્વારા શેર કરવામાં આવી હતી. ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવાની પડતાલ કરવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાત સમાચાર દ્વારા પ્રસારિત કરાવામાં આવેલો અહેવાલ વાંચવા નીચેની લિંક પર ક્લિંક કરો.
ORIGINAL LINK | ARCHIVE LINK | PHOTO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સાચો છે, કે કેમ તે જાણવા સૌ પ્રથમ અમે ગૂગલ પર “election commission suspend ias officer tried to serach pm modi” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામોમા પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જ જાણવા મળ્યુ હતુ. ભારતના મોટા-મોટા મિડિયા હાઉસ દ્વારા ઉપરોક્ત પોસ્ટમાં દર્શાવવામાં આવેલા મુજબ જ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે આપ નીચેની લિંક પર ક્લિંક કરી વાંચી શકો છો.
economictimes | ARCHIVE |
INDIA TODAY | ARCHIVE |
thehindubusinessline | ARCHIVE |
INDIAN EXPRESS | ARCHIVE |
ત્યાર બાદ અમે એ જાણવા પણ પ્રયત્ન કર્યો હતો કે ક્યા કારણો સર IAS અઘિકારીને સસ્પેન્ડ કરવાની ફરજ ચૂંટણી કમિશનને પડી હતી, દરમિયાન અમને ચૂંટણી કમિશન દ્વારા 16 એપ્રિલના રોજ કરવામાં આવેલો ઓર્ડર મળ્યો હતો, જેમા જણાવ્યુ હતુ કે, પ્રોટોકોલ અનુસાર. એસપીજીનુ સુરક્ષા કવર ધરાવતા કોઈપણ વ્યક્તિની સુરક્ષા તપાસ કરી શકાતી નથી. જેનો ભંગ કરી મોહસિનની આગેવાની હેઠળની ચૂંટણી અધિકારીઓની ટીમ પીએમ જે હેલિકોપ્ટરમાં આવ્યા હતા તેમાં કેટલાક કાગળો તપાસ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ સાચી સાબિત થાય છે. કારણ કે, નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરના કાગળો ચેકિંગ કરવા બદલ જ આ આઈએએસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા..
Title:મોદીના કાફલાનુ ચેકિંગ કરનારને સસ્પેન્ડ કરાયા..? જાણો શું છે સત્ય.....
Fact Check By: Frany KariaResult: True