ખેડૂ નામના એક ફેસબુક યુઝર દ્વારા 4 માર્ચ, 2019 ના રોજ એક પોસ્ટ મૂકવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ભ્રષ્ટાચારીઓને ધ્રુજાવતા સિંઘમની છાપ ધરાવતા મામલતદારને ગુજરાત સરકારે બરતરફ કર્યા. આ પોસ્ટને લગભગ 3100 જેટલા લોકોએ લાઈક કરી હતી. 144 જેટલા લોકોએ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી તેમજ 4100 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે આ પોસ્ટને લઈને અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી.

Facebook | Archive

સંશોધન

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી પોસ્ટની સત્યતા જાણવા માટે અમે સૌપ્રથમ ગુગલનો સહારો લીધો અને Chintan Vaishnav Mamlatdar સર્ચ કરતા અમને નીચે મુજબ પરિણામો પ્રાપ્ત થયા.

Google | Archive

ઉપરોક્ત પરિણામોમાં અમને ઘણા બધા મીડિયા માધ્યમો દ્વારા આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હોવાનું પ્રાપ્ત થયું પરંતુ કોઈ ઠોસ પુરાવા પ્રાપ્ત ન થતાં અમે સત્યની નજીક જવા માટે અમારી તપાસ આગળ વધારી.

One India HindiMera News
ArchiveArchive

અમે વધુ તપાસ માટે ચિંતન વૈષ્ણવ જોડે આ સમગ્ર ઘટના અંગે વાત કરી તો તેઓએ અમને જણાવ્યું કે, “મે 2007 માં ગુજરાત સરકારમાં જોબ ચાલુ કરી હતી. ત્યારથી લઈને મને સસ્પેન્ડ કરવામાં આવ્યો ત્યાં સુધી મને મારી ફરજ અંગે કોઈ પણ પ્રકારની નોટીસ મળી નથી. તેમજ મને ક્યારેય બેદરકારી કે ગેરવર્તણૂક બાબતે પણ કોઈ નોટીસ અપાઈ નથી. હું મારી ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવતો હતો. હું જ્યારે ખંભાળિયામાં ફરજ પર હતો ત્યારે મારે એક રાજકીય નેતા સાથે બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ મારી બદલી દાહોદ ખાતે કરવામાં આવી અને તેના માત્ર 3 મહિનામાં જ મારા ઘરે મને ફરજમાં બેદરકારી અને ગેરવર્તણૂક દાખવવા બાબતે ટર્મિનેશન લેટર આવી ગયો અને મને ફરજ પરથી છૂટો કરવામાં આવ્યો. આ અંગે મે હાઈકોર્ટમાં પિટીશન પણ દાખલ કરી છે અને કેસ હજુ ચાલુ છે”.

વધુ તપાસમાં અમને ચિંતન વૈષ્ણવને સરકાર દ્વારા મોકલવામાં આવેલો ટર્મિનેશન લેટર અને ત્યાર બાદ ચિંતન વૈષ્ણવે હાઈકોર્ટમાં કરેલ પિટીશનની કોપી પ્રાપ્ત થઈ જે તમે નીચે જોઈ શકો છો.

ટર્મિનેશન લેટર

કોર્ટમાં કરેલ પિટીશનની કોપી

પરિણામ:

આમ, અમારા તમામ સંશોધન બાદ અમે એ પરિણામ પર પહોંચ્યા છીએ કે, ઉપરોક્ત પોસ્ટમાં મામલતદાર ચિંતન વૈષ્ણવને ગુજરાત સરકાર દ્વારા ફરજ પર ગેરવર્તણૂક દાખવવા બાબતે ફરજ પરથી છૂટા કરવામાં આવ્યા છે પરંતુ આ અંગે ચિંતન વૈષ્ણવ દ્વારા બચાવ માટે હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરવામાં આવી છે તો જ્યાં સુધી હાઈકોર્ટનો અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી આ દાવો મિશ્રિત સાબિત સાબિત થાય છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:મામલતદારને ઈમાનદારીનું આ મળ્યું ફળ...? જાણો શું છે સત્ય...

Fact Check By: Dhiraj Vyas

Result: Mixture