
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના પગમાં ઈજા પહોચ્યા પછી, તેના ઘણા ફોટા સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હોસ્પિટલથી પાછા ફરતા મમતા બેનર્જીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ વ્હીલચેર બેસી બહાર નીકળતા દેખાઈ રહી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મમતા બેનર્જીને પગ થયેલી ઈજાએ નાટક હતુ અને 6 દિવસમાં પ્લાસ્ટર કાઢી તેઓ ચાલવા માંડયા.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં ફોટો શોપના માધ્યમથી એડિટ કરવામાં આવ્યુ છે. તેમજ તેને ખોટા દાવા સાથે વાયરલ પણ કરવામાં આવી રહ્યુ છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Hitendra Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 15 માર્ચ 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મમતા બેનર્જીને પગ થયેલી ઈજાએ નાટક હતુ અને 6 દિવસમાં પ્લાસ્ટર કાઢી તેઓ ચાલવા માંડયા.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને એબીપી અસ્મિતાનો તારીખ 12 માર્ચ 2021નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. યુટ્યુબ ચેનલ પર પ્રસારિત આ અહેવાલમાં મમતા બેનર્જી હોસ્પિટલમાંથી બહાર નિકળતા દેખાઈ રહ્યા છે. પરંતુ આ વિડિયોમાં મમતા બેનર્જી ક્યાંય પણ વ્હિલચેર પરથી ઉભા થતો જોવા મળતા નથી. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ બાદમાં અમે પોસ્ટ સાથે વાયરલ થઈ રહેલા ફોટોની ગૂગલ પર શોધ કરતા અમને મમતા બેનર્જીનો વાયરલ થતો ફોટો Citytoday ના પૃષ્ઠ પર મળ્યો હતો. અમને મળેલા ફોટાઓનું વિશ્લેષણ તમે નીચે જોઈ શકો છો.
તમે સોશિયલ મિડિયામાં વાયરલ ફોટો અને ઓરિજનલ ફોટો વચ્ચેનો તફાવત નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં ફોટો શોપના માધ્યમથી એડિટ કરવામાં આવ્યુ છે. તેમજ તેને ખોટા દાવા સાથે વાયરલ પણ કરવામાં આવી રહ્યુ છે.

Title:મમતા બેનરજીનો ફોટો એડિટ કરીને વાયરલ કરવામાં આવી રહ્યો….
Fact Check By: Yogesh KariaResult: False
