
ગુજ્જુ ની ખલબલી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 17 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ફેફસાંમાં પહોંચે તે પહેલાં કોરોના વાયરસ તે ચાર દિવસ સુધી ગળામાં રહે છે અને આ સમયે વ્યક્તિ ખાંસી થવાનું શરૂ કરે છે અને ગળામાં દુખાવો થાય છે. જો તે ઘણું પાણી પીવે છે અને ગરમ પાણી, મીઠું અથવા સરકો સાથે ગાર્ગલિંગ કરવાથી વાયરસ દૂર થાય છે. આ માહિતી ફેલાવો કારણ કે તમે આ માહિતીવાળા કોઈને બચાવી શકો છો” લખાણ સાથે શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 63 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 73 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગરમ પાણી પીવાથી કોરોના વાયરસનો નાશ થાય છે.”

હાલમાં કોરોના વાયરસને લઈ દુનિયાભરમાં ભયનો વાતાવરણ ફેલાયેલો છે. ત્યારે સોશિયલ મિડિયામાં કોરોના વાયરસના જૂદા-જૂદા નુસ્કાઓ વાયરલ થઈ રહ્યા છે. પરંતુ તેમાં કેટલી સચ્ચાઈ રહેલી છે. તે જાણવી ખૂબ જ જરૂરી છે. ત્યારે ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોરોના વાયરસથી બચવા લોકોએ શું કરવુ તે અંગે જૂદી-જૂદી માહિતી તેમની વેબસાઈટ પર શેર કરવામાં આવતી હોય છે. તેથી અમે વેબસાઈટ પર જઈ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગેની માહિતી તપાસી પરંતુ અમને આ પ્રકારે કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ તેમાં એક માહિતી એ પણ આપવામાં આવી હતી કે, ગરમ પાણીથી ન્હાવાથી કોરોના વાયરસથી બચી શકાય છે તે માહિતી પણ ખોટી છે. વધુ પડતુ ગરમ પાણી સ્વાસ્થય માટે હાનિકારક થઈ શકે છે. તે પણ જણાવવામાં આવ્યુ હતુ.

જો પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ સતત ગરમ પાણી પીવાથી કોરોના વાયરસ નાસ થઈ શકતો હોત તો, વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તે અંગેની માહિતી લોકો સુધી પહોંચાડી જ હોત પરંતુ ગરમ પાણી પીવાથી કોરોના વાયરસ નાસ થાય છે. તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે કારણ કે, ગરમ પાણી પીવાથી કોરોના વાયરસ નષ્ટ થાય છે, તેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. તેમજ વિશ્વ આરોગ્ય સંસ્થા પણ તેનું સમર્થન કરતી નથી.

Title:શું ખરેખર ગરમ પાણી પીવાથી કોરોના વાયરસનો નષ્ટ થાય છે…? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
