શું ખરેખર પરિવારો દ્વારા બાળકોને આંતકી બનવાની તાલીમ આપવામાં આવી રહી..? જાણો શું છે સત્ય.....
S B Khatik નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 23 જૂલાઈ 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. ‘शांतिप्रिय कौम वाले अपने बच्चों को बचपन से सीख देते हैं के उसे बड़ा हो कर क्या करना है करता वो वही है तो इनको शोभा देता है या तो पंचर बनाता है,या फलों की रेड़ी लगता है या फिर आतंकवादी बन जाता है।यहाँ ये बच्चा बम बन कर फटने का अभ्यास करता हुआ धितकार है ऐसे लोगों पर’ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 20 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા, 3 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 20 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મુસ્લીમ પરિવાર દ્વારા બાળકોને આંતકવાદી બનવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ઈનવિડ ટૂલના માધ્યમથી નાની-નાની ફ્રેમમાં વિડિયોને તોડ્યો હતો. અને તેના બિંગને રિવર્સ ઈમેજ ના માધ્યમથી સર્ચ કરતા અમને મળેલા પરિણામો પરથી 24 માર્ચ 2011ના બીબીસી દ્વારા પ્રકાશિત એક સમાચાર પ્રાપ્ત થયા હતાય જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, પાકિસ્તાનમાં બાળકોનું આત્મઘાતી વિસ્ફોટનું નાટક. સાથે લખવામાં આવ્યુ હતુ કે, ‘YOUTUBE પર એક શૌકિયા વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે, યુવા છોકરાઓ આત્મઘાતી હુમલાને અંજામ આપી રહ્યા છે. નાટ્યરૂપાંતરની યુનિસેફ અને બાળકો માટે કાર્યરત પાકિસ્તાની ચૈરિટી દ્વારા ઘોર નિંદા કરવામાં આવી છે. વિડિયો ક્યાંનો છે તે સ્પષ્ટ નથી પરંતુ આ પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાનની સિમામાં બનાવવામાં આવ્યો હોવાની વાત છે.’ARCHIVE
અમને ગૂગલ રિવર્સ ઈમેજ સર્ચના પરિણામ પરથી અલ્પઇસ ઈન્ટરનેશનલ વેબસાઈટની લિંક મળી હતી. જેમાં 1 માર્ચ 2011ના પ્રકાશિત કરવામાં આવ્યો હતો. વેબસાઈટમાં આપેલી માહિતી મુજબ ‘એક આંતકવાદી હુમલાને રીક્રિએટ કરી રહેલા બાળકો તાલિબાન હિંસાના મનોવૈજ્ઞાનિક પ્રભાવને દર્શાવે છે.’ આ વિડિયો તાલિબાન પ્રભાવિત વિસ્તારમાં બાળકોના મગજ પર પડી રહેલા ગંભીર અસરને ઉજાગર કરી રહ્યા છે.
1 માર્ચ 2011ના ધ ટેલીગ્રાફ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલમાં વાયરલ વિડિયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને લખવામાં આવ્યુ હતુ કે , આ વિડિયો અંગે માનવામાં આવી રહ્યુ છે કે, દક્ષિણ-પુર્વ અફઘાનિસ્તાનના પશ્તૂન શાળાના બાળકો દ્વારા આ નાટકને રિક્રિએટ કરવામાં આવ્યુ છે.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, મુસ્લીમ પરિવાર દ્વારા બાળકોને આંતકવાદી બનવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. તે વાત સાબિત થતી નથી. તેમજ આ વિડિયો 2011નો છે. કેટલાક અફઘાનીસ્તાનના બાળકો દ્વારા આત્મઘાતી હુમલાનું રિક્રિએશન કરવામાં આવ્યુ હતું.
Title:શું ખરેખર પરિવારો દ્વારા બાળકોને આંતકી બનવાની તાલીમ આપવામાં આવી રહી..? જાણો શું છે સત્ય.....
Fact Check By: Yogesh KariaResult: False