
ગગો ગુજરાતી નામના ફેસબુક પેજ દ્વારા 24 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, આ લે લે.. બંગાળમાં ય ચોકીદાર ચોર હે ના નારા લાગ્યા.. હાહાહા શેયર કરજો… ભક્તો ક્યાં ગયા ડફોળો. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં આવેલા એમ્ફાન તુફાનને કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની મુલાકાત લીધી હતી. એ સમયે લોકો દ્વારા “ચોકીદાર ચોર હૈ” ના નારા લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટને 179 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 17 લોકો દ્વારા પોતાના મત રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ 41 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં આવેલા એમ્ફાન તુફાનને કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળની મુલાકાત લીધી હતી. એ સમયે લોકો દ્વારા “ચોકીદાર ચોર હૈ” ના નારા લગાવવામાં આવ્યા છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને Akashvani Sangbad Kolkata દ્વારા 22 મે, 2020 ના રોજ કરવામાં આવેલી એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી.જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં બસિરહાટની મુલાકાત લીધી હતી અને તેમણે ચક્રવાતથી તબાહી પામેલા પશ્ચિમ બંગાળને તાત્કાલિક રૂ.1000 કરોડની ગ્રાન્ટની જાહેરાત કરી હતી. આ વીડિયોમાં ‘ભારતમાતા કી જય’, ‘જય શ્રીરામ’ જેવા નારા સ્પષ્ટ સાંભળી શકાય છે.
વરિષ્ઠ પત્રકાર સોમ્યાદિપ્તા બેનર્જીએ પણ 23 મે, 2020 ના રોજ ઉપરોક્ત વીડિયોને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, કોલકાતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ‘જય શ્રી રામ’ ના નારા સાથે સ્વાગત કર્યું.
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયોમાં લોકો દ્વારા ‘જયશ્રી રામ’ ના નારા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં ‘ચોકીદાર ચોર હૈ’ ના નારાને એડિટ કરીને મૂકવામાં આવ્યા છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયોમાં લોકો દ્વારા ‘જયશ્રી રામ’ ના નારા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં ‘ચોકીદાર ચોર હૈ’ ના નારાને એડિટ કરીને મૂકવામાં આવ્યા છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:શું ખરેખર નરેન્દ્ર મોદીની પશ્ચિમ બંગાળની મુલાકાત સમયે “ચોકીદાર ચોર હૈ” ના નારા લાગ્યા…? જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
