
સુમન નામના એક ફેસબુક યુઝર દ્વારા તા.25 એપ્રિલના એક પોસ્ટ મૂકવામાં આવી હતી.. “શ્રીલંકા એટેક માં આ નાની છોકરી દેવ વાસ થઈ છે બધા લોકો રામ રામ લખો નાની # ઢીંગલી માટે મારા બિ રામરામ” શિર્ષક હેઠળ મુકાયેલી આ પોસ્ટ સાથે એક ફોટો પણ શેર કરવામાં આવ્યો હતો. આ પોસ્ટ પર 24000 લોકોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા, તેમજ 18000 હજાર લોકોએ પોતાના મંતવ્ય પણ જણાવ્યા હતા અને 856 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.
ઉપરોક્ત પોસ્ટની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ અને તપાસ કાર્યવાહી હાથ ધરી હતી, સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજની મદદથી ઉપરોક્ત પોસ્ટ અંગેની સત્યતા તપાસવા પ્રયત્ન હાથ ધર્યો હતો.


ઉપરોક્ત મળેલા પરિણામોમાં અમને જાણવા મળ્યું હતું કે, આ ફોટોગ્રાફ શ્રીલંકામાં 21 એપ્રિલના રવિવારના હુમલાઓના લગભગ એક વર્ષ પહેલાં ઓનલાઇન પ્રસારિત થઈ હતી. THE TRUTH.IK દ્વારા ગત તારીખ 13 મે 2018ના રોજ એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, અને ઉપરોક્ત પોસ્ટમાં દર્શાવવામાં આવેલા ફોટો સાથે આ બાળકીના વધૂ ફોટો પણ આ પોસ્ટમાં શેર કરવામાં આવ્યા હતા.
વધુ તપાસમાં અમને જાણવા મળ્યું હતું કે, ઉપરોક્ત પોસ્ટના ફોટો ફેસબુક પર પણ PATTA WADAN નામના ફેસબુક યુઝર દ્વારા 12 મે 2018ના રોજ શેર કરવામાં આવ્યા હતા, આ પોસ્ટ પર 320 લોકોએ પોતાના મંતવ્ય જણાવ્યા હતા, જયારે 332 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી.
અન્ય KALKUDAH LIVE નામના ફેસબુર યુઝર દ્વારા પણ તારીખ 3 ઓક્ટોબર 2018ના ફોટો શેર કરવામાં આવ્યા હતા, જેમાં પણ ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલો બાળકીનો ફોટો શેર કરવામા આવ્યો હતો.
ત્યાર બાદ વધુમાં અમને એ પણ જાણવા મળ્યુ હતું કે, યુનિસેફ દ્વારા 23 એપ્રિલે એક નિવેદન આપવામાં આવ્યું હતું કે, શ્રીલંકા ઇસ્ટર રવિવારના હુમલાનો સૌથી નાનો ભોગ 18 મહિનાનો બાળક હતો. સુરક્ષા એજન્સીએ પીડિતની ઓળખ અથવા રાષ્ટ્રીયતા વિશે વધુ માહિતી પ્રદાન કરી નથી. જે સમાચાર આપ નીચેની લિંક પર ક્લિંક કરી વાંચી શકો છો,
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, પોસ્ટમાં દર્શાવવામાં આવેલી બાળકીનું મોત હાલમાં શ્રીલંકામાં થયેલા આંતકી હુમલામાં નથી થયું પરંતુ આજથી લગભગ એક વર્ષ પહેલા પણ આ જ ફોટો સાથેની પોસ્ટ સોશિયલ મીડિયામાં અમને પ્રાપ્ત થઈ છે.

Title:શું ખરેખર ફોટોમાં દેખાતી બાળકી શ્રીલંકામાં આંતકી હુમલામાં શહિદ થઈ….? જાણો શું છે સત્ય…
Fact Check By: Frany KariaResult: False
